પંડયા બ્રધર્સે ધોનીની કારથી પણ મોંઘી કાર ખરીદીઃ તસ્વીરો સોશ્યલ મિડીયા પર થઈ વાઈરલ / ગભરાયેલા પાકિસ્તાને ફરી નૌશેરામાં સીઝફાયરનું કર્યું ઉલ્લંઘનઃ એક જવાન શહીદ /

પાક.ના પેશાવરમાં આત્મઘાતી આતંકી હુમલોઃ ર૦ ના મોતઃ ૬પ થી વધુ ઘાયલ

ઈસ્લામાબાદ તા. ૧૧ઃ પાકિસ્તાનના પેશાવરમાં થયેલા  આત્મઘાતી આતંકી હુમલામાં વીસ લોકો મૃત્યુ પામ્યા છે, જ્યારે ૬પ થી વધુ ઘાયલ થયા છે. રાહત-બચાવ કામગીરી ચાલી રહી છે. મૃતાંક હજુ વધી શકે છે.

પ્રાપ્ત અહેવાલ મુજબ યાકાતુત અવામી નેશનલ પાર્ટીની ચૂંટણીની કોર્નર બેઠક ચાલી રહી હતી. આ દરમિયાન ધમાકેદાર બ્લાસ્ટ થયો. આ બ્લાસ્ટ એ સમયે થયો જ્યારે બેઠક દરમિયાન અવામી નેશનલ પાર્ટી (એએનપી) ના ઉમેદવાર બેરિસ્ટર હારૃન બિલ્લોર મંચ તરફ જઈ રહ્યા હતાં ત્યારે ર૪ વર્ષના એક યુવકે પોતાને બોમ્બથી ઊડાવી દીધો હતો.

આ બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે આખા વિસ્તારમાં અફરા-તફરીનો માહોલ જોવા મળ્યો હતો. દૂર્ઘટના સ્થળ પર પાકિસ્તાની સેના અને પોલીસે વિસ્તારને ઘેરી લીધો હતો. આ બ્લાસ્ટમાં ઈજાગ્રસ્ત લોકોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં.

પાકિસ્તાનમાં રપ જુલાઈના આમ ચૂંટણી યોજવાની છે, તેવા સમયે થયેલા આ હુમલાથી રાજકીય પક્ષોમાં દહેશત ફેલાઈ ગઈ છે. પાકિસ્તાનના પેશાવર શહેરના યાકાતુત વિસ્તારમાં ગઈકાલે રાત્રે આત્મઘાતી બોમ્બ હુમલો થયો હતો. આ હુમલામાં ર૦ લોકોના મોત થયા છે, જ્યારે ૬પ થી વધુ લોકો ઘાયલ થયા છે. ઘાયલોને નજીકની લેડી રેડીંગ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. હાલમાં રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. મૃતાંક વધી શકે છે.

પાકિસ્તાન મીડિયા દ્વારા મળતી પ્રાથમિક માહિતી અનુસાર પેશાવરના યાકાતુત વિસ્તારમાં યોજાયેલ ચૂંટણીસભમાં આત્મઘાતી બોમ્બ હુમલો થયો છે. જેમાં અવામી નેશનલ પાર્ટી (એએનપી) ના નેતા હારૃન બિલ્લોરનું પણ મોત થયું છે, જ્યારે આત્મઘાતી હુમલો થયો ત્યારે ૩૦૦ થી વધારે લોકો હાજર હતાં.

આ આત્મઘાતી હુમલામાં હારૃન બિલ્લોર ગંભીર રીતે ઘાયલ થયા હતાં. ત્યારપછી તેમને લેડી રેડીંગ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતાં જ્યાં તેઓનું મોત થયું. હારૃન બિલ્લોરના પિતા અહમદ બિલ્લોરનું પણ ર૦૧ર માં પેશાવરમાં પાર્ટીની કોઈ બેઠકમાં તાલિબાનીઓ દ્વારા થયેલા આત્મઘાતી હુમલામાં જ  તેમનું મોત થયું હતું.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription