ઓખા-દહેરાદૂન-ઉત્તરાંચલ એક્સપ્રેસ ૧પ નવેમ્બરથી ૩૧ જાન્યુઆરી સુધી રદ્

જામનગર તા. ૭ઃ ઉત્તર રેલવેના મુરાદાબાદ મંડળમાં સમાવિષ્ટ દહેરાદૂન યાર્ડમાં રિમોડલીંગ કાર્ય માટે તા. ૧૦.૧૧.ર૦૧૯ થી તા. ૭.ર.ર૦ર૦ દરમિયાન ૯૦ દિવસનો મેગા ટ્રાફિક બ્લોક લેવામાં આવશે.

મેગા બ્લોકને કારણે ઓખા-દહેરાદૂન-ઉત્તરાંચલ એક્સપ્રેસ ટ્રેન નં. ૧૯પ૬પ તા. ૧પ.૧૧.ર૦૧૯ થી તા. ૩૧.૧.ર૦ર૦ સુધી રદ્ કરવામાં આવી છે. એ જ રીતે દહેરાદૂન-ઓખા-ઉત્તરાંચલ એક્સપ્રેસ ટ્રેન નં. ૧૯પ૬૬ તા. ૧૭.૧૧.ર૦૧૯ થી તા. ર.ર.ર૦ર૦ સુધી રદ્ કરવામાં આવી છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit