ચાર વર્ષની ઉજવણીના ભાગરૃપે મોદી સરકાર ઓડીશામાં કરશે મહા રેલી / ભડકે બળતા પેટ્રોલ-ડીઝલના ભાવમાં રાહત મળવાની શક્યતાઃ આવતીકાલે સરકાર કરી શકે છે મહત્વની જાહેરાત / યુએઈએ વિઝા પોલીસીમાં કર્યા ફેરફારોઃ ર૮ લાખ ભારતીઓને થશે ફાયદો /

જામનગર જિલ્લા પાણી સમિતિની ૧૧ મી બેઠક યોજાઈઃ

જામનગર તા. ૧૬ઃ જિલ્લા પાણી સમિતિ-ર૦૧૮ ની ૧૧ મી બેઠક જિલ્લા પંચાયતના સભા ખંડમાં કલેક્ટર શ્રી રવિશંકરના અધ્યક્ષસ્થાને યોજવામાં આવેલ હતી. આ બેઠકમાં જામનગર શહેર નગરસીમ વિસ્તાર તથા જિલ્લાના તમામ તાલુકાઓમાં હાલની પીવાના પાણીની તથા ઘાસચારાની પરિસ્થિતિ અંગે સમિક્ષા કરવામાં આવી હતી.

આ બેઠકમાં કલેક્ટર રવિશંકરે હયાત તળાવો, ચેકડેમો, નદીઓમાં આગામી ચોમાસા દરમિયાન પાણીનો સંગ્રહ વધુમાં વધુ થાય તેવું આગોતરૃં આયોજન હાથ ધરવા તેમજ ચેકડેમો તાત્કાલિક મરામત કરવા જણાવ્યું હતું. હાલમાં જામનગર જિલ્લામાં કુલ ૮ ગામ તથા ૧૮ પરા વિસ્તારમાં ૧૦ હજાર લીટરના કુલ ૬૯.પ૦ ફેરા ટેન્કરથી પીવાનું પાણી વિતરણ કરવામાં આવી રહેલ છે. જામનગર તાલુકાના બેડ ગામ માટે ૧.પ૦ ફેરા, વાવ બેરાજા ગામ માટે ૧ ફેરા, વાગડિયા ગામ માટે ૩.પ૦ ફેરા ટેન્કરથી પીવાનું પાણી વિતરણ કરવા જિલ્લા પાણી સમિતિની દરખાસ્ત મંજુર કરવામાં આવી છે.

જામનગર જિલ્લાની ગ્રામ્યની કુલ જરૃરિયાત પપ એમ.એલ.ડી.ની છે જેમાંથી હાલ નર્મદામાંથી ૪૧ એમ.એલ.ડી. તથા સ્થાનિક ડેમમાંથી ૭ એમ.એલ.ડી. આમ કુલ ૪૮ એમ.એલ.ડી. પીવાનું પાણી પૂરૃં પાડવામાં આવે છે જ્યારે જામનગર શહેરની કુલ જરૃરિયાત ૧૧૮ એમ.એલ.ડી.ની છે જેમાંથી હાલ નર્મદામાંથી ૩ર.પ૦ એમ.એલ. તથા સ્થાનિક ડેમમાંથી ૮૩ એમ.એલ.ડી. આમ કુલ ૧૧પ એમ.એલ.ડી. પાપી પૂરૃં પાડવામાં આવે છે.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી પરિક મહાનગરપાલિકાના કમિશનર બારડ નિવાસી અધિક કલેક્ટર કેલૈયા ડીઆરડીએ નિયામક ગાંધી પાણી સમિતિના સભ્યો તેમજ સંલગ્ન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00