આવતીકાલે બંગાળમાં અમિત શાહની રેલી, વિવાદ બાદ માલદામાં હેલીકોપ્ટર ઉતારવાની મળી મંજુરી /જમ્મુ-કાશ્મીર બડગામમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણઃ ૩ આતંકીઓ કરાયા ઠાર / કાશ્મીરમાં-હીમાચલમાં બરફવર્ષાઃ એમ.પી.ના નીમચ ગામમાં પડયા કરાઃ જેસલમેરમાં વરસાદઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાના અમુક ગામોમાં પણ કમોસમી સરવાદથી જીરૃ સહિતના વાવેતરમાં નુકશાનીની આશંકા / અમેરીકાનો સોમાલિયામાં હવાઈ હુમલોઃ શબાબના બાવન જેટલા આતંકીયોના સફાયો /

શેઠવડાળા પાસે પાછળથી આવતા ડમ્પરે બાઈકને મારી ટક્કરઃ યુવાનનું મૃત્યુ

જામનગર તા.૧૧ ઃ જામજોધપુરના ધ્રાફાથી શેઠવડાળા વચ્ચે ગઈકાલે સાંજે એક ડમ્પરે ઓવરટેઈકીંગની લ્હાયમાં આગળ જતાં મોટરસાયકલને ઠોકર મારતા ઘવાયેલા બાઈકચાલકનું મૃત્યુ નિપજ્યું છે. પોલીસે અકસમાત સર્જી નાસી ગયેલા ડમ્પરચાલકની શોધ શરૃ કરી છે.

જામજોધપુર તાલુકાના શેઠવડાળામાં રહેતા જયેશભાઈ વાઘેલા નામના યુવાન ગઈકાલે સાંજે પોતાના મોટરસાયકલ પર ધ્રાફા ગામથી શેઠવડાળા તરફ આવવા માટે રવાના થયા હતા.

આ મોટરસાયકલ જ્યારે શેઠવડાળાથી ત્રણ કિ.મી. દૂર પહોંચ્યું ત્યારે પાછળથી પૂરઝડપે ધસી આવેલા ક્રિષ્ના સ્ટ્રોન ક્રશર લખેલા એક ડમ્પરે તેઓને ઓવરટેઈક કરવાનો પ્રયાસ કર્યાે હતો જેના કારણે જયેશભાઈના મોટરસાયકલને ટક્કર વાગી હતી તેથી જયેશભાઈ ફંગોળાયા હતા.

આ અકસ્માતમાં માથા સહિતના શરીરના અન્ય ભાગોમાં ઈજા પામેલા આ યુવાનનું મૃત્યુ નિપજ્યું છે. જ્યારે અકસ્માત સર્જી ઉપરોક્ત ડમ્પર સ્થળ પરથી નાસી છૂટવામાં સફળ થયું છે. બનાવની જાણ થતા દોડી આવેલા મૃતકના કાકા મુકેશભાઈ નારણભાઈ વાઘેલાએ શેઠવડાળા પોલીસ સ્ટેશનમાં ડમ્પરચાલક સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી ૩૦૪ (અ) સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધી તપાસ આરંભી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00