દિલ્હીના કારોલ બાગમાં લાગી ભીષણ આગઃ ૪ લોકો જીવતા ભડથુંઃ એકની હાલત ગંભીર / સ્પેનમાં પૂર અને સમુદ્રમાં તોફાનના કારણે ૪૦ ફુટ અધધધ મોજા ઉછળ્યાઃ ફ્લેટોની ત્રીજા માળની બાલ્કનીઓ તુટી / ૪૦ વર્ષ જુનો ડરઃ નિરંકારી ભવન પરનો હુમલો શું ખાલિસ્તાનની મુવમેન્ટની શરૃઆત છે કે શું ...? / સત્તા પરિવર્તન સાથે બદલાઈ માલદીવની હવાઃ માલદીવ પાછા નહીં આપે ભારતે આપેલા ગિફટ હેલિકોપ્ટરો / ટૂંક સમયમાં આવી શકે છે ૧૦૦ રૃપિયાની નવી ચલણી નોટોઃ આરબીઆઈ આજે આપી શકે છે મંજુરી

દેવીપૂજકવાસમાં રસ્તો બંધ કરવાના મામલે પથ્થરબાજીઃ પોલીસમાં અરજી કરનાર વૃદ્ધને માર

જામનગર તા.૧૬ ઃ દ્વારકાના બરડિયામાં એક વૃદ્ધ પર પોલીસમાં અરજી કરવાની બાબતે એક શખ્સે હુમલો કર્યાની ફરિયાદ કરવામાં આવી છે. જ્યારે નગરના દેવીપૂજકવાસમાં રસ્તો બંધ કરવાના પ્રશ્ને પરિવાર પર ચાર શખ્સોએ પથ્થરબાજી કર્યાનું તેમજ ધંધાખારના કારણે ગોળના એક વેપારીને માર પડયાનું પોલીસ દફતરે નોંધાયું છે.

દ્વારકા તાલુકાના બરડિયા ગામમાં રહેતા પાલાભાઈ વિરમભાઈ નાંગેશ નામના પંચોતેર વર્ષના રબારી વૃદ્ધને સોમવારે સાંજે કુરંગા ધોરીમાર્ગ પર બરડિયા ગામના જ વરપા ધીરાભાઈ નાંગેશ નામના શખ્સે રોક્યા હતા. આ શખ્સે તું મારા વિરૃદ્ધ પોલીસમાં ખોટી અરજીઓ કેમ કરે છે તેમ કહી બોલાચાલી શરૃ કર્યા પછી પોતાની પાસે રહેલી છરીનો હાથો ઝીંકી ઢીકાપાટુ વરસાવ્યા હતા. પોલીસે પાલાભાઈની ફરિયાદ પરથી આઈપીસી ૩૨૩, ૫૦૪ અને ૫૦૬ (ર) હેઠળ ગુન્હો નોંધ્યો છે.

જામનગરના ગુલાબનગર વિસ્તારમાં આવેલા દેવીપૂજકવાસમાં રહેતા નાથાભાઈ દેવશીભાઈ વાઘેલાના આવવા-જવાના માર્ગ પર બાજુમાં જ રહેતા ગોવિંદ બાબુભાઈ દેવીપૂજકે બાવળની ઝાડીઓ નાખી દેતા ગઈકાલે નાથાભાઈએ રસ્તો કેમ બંધ કર્યાે છે તેમ પૂછયું હતું આથી ઉશ્કેરાયેલા ગોવિંદ અને અચૂડા બાબુભાઈ, ભાવલા બુધાભાઈ, બુધા સીદીભાઈ નામના ચાર શખ્સોએ પથ્થરોના છૂટા ઘા કરી હુમલો કર્યાે હતો. આ વેળાએ નાથાભાઈના પરિવારજનો વચ્ચે પડતા તેમને પણ પથ્થરો મારવામાં આવ્યા હતા. પોલીસે નાથાભાઈની ફરિયાદ પરથી ગુન્હો નોંધ્યો છે.

જામનગરના ખોડિયાર કોલોનીમાં આવેલા ગણપતનગરમાં વસવાટ કરતા અને ત્યાં જ ગોળનો વ્યવસાય કરતા લખમણભાઈ નકુભાઈ માડમ તથા નગાભાઈ નગારિયા નામના બે વેપારી વચ્ચે અગાઉ ધંધાની બાબતે બોલાચાલી થઈ હતી તે દરમ્યાન ગઈકાલે સવારે લખમણભાઈ નજીકમાં જ આવેલી નગાભાઈની દુકાને ગયા ત્યારે તેમના પર લાકડી વડે નગાભાઈએ હુમલો કરી માર મારી ધમકી આપ્યાનું પોલીસ દફતરે જાહેર થયું છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00