અયોધ્યામાં બનશે રામમંદિરઃ 'સુપ્રિમ' ચુકાદો

આસ્થાના આધારે નિર્ણય નહીંઃ રામમંદિરના નિર્માણ માટે ટ્રસ્ટઃ કેન્દ્ર સરકારને આદેશ

એ.એસ.આઈ.નો રિપોર્ટ વિશ્વસનિયઃ ખોદકામમાંથી ઈસ્લામિક અવશેષો મળ્યા નથી

ખાલી જમીન પર નહોતી બની બાબરી મસ્જિદઃ પક્ષકાર ગોપાલ વિશારદને પૂજાનો અધિકાર

નિર્મોહી અખાડા અને શિયા વકફ બોર્ડના દાવા ફગાવાયા

નવી દિલ્હી તા. ૯ઃ અયોધ્યાના સદીઓ જૂના કેસનો આજે સુપ્રિમ કોર્ટે ચુકાદો આપ્યો છે અને રામલલ્લા બિરાજમાનને વિવાદાસ્પદ જમીન આપવામાં આવી છે, ચુકાદા મુજબ સુન્ની વકફ બોર્ડને અયોધ્યામાં જ પાંચ એકર જમીન અપાશે. શિયા વકફ બોર્ડ અને નિર્મોહી અખાડાના દાવા ફગાવી દેવાયા છે.

છેલ્લા ૭૦ વર્ષથી પેન્ડિંગ રહેલા રાજકીય રીતે ખૂબ સંવેદનશીલ રામ જન્મ ભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ પર સુપ્રિમ કોર્ટે આજે તેનો ઐતિહાસિક ચૂકાદો આપવાની શરૃઆત કરી હતી. સુપ્રિમ કોર્ટના પાંચ જજની શરૃઆત કર્યા પછી ઉત્તેજના વધી ગઈ હતી.

સુપ્રિમ કોર્ટે આખરે ચૂકાદો આપતા વિવાદાસ્પદ જમીન સંપૂર્ણ રીતે રામલલ્લાને આપવાનો આદેશ કર્યો હતો. સાથે સાથે મુસ્લિમને અયોધ્યામાં અન્યત્ર પાંચ એકર જમીન આપવાનો આદેશ કર્યો છે. આ જમીન સુન્ની વકફ બોર્ડને આપવામાં આવશે. વિવાદાસ્પદ જમીન પર મંદિર નિર્માણ માટે કેન્દ્ર સરકાર ટ્રસ્ટ બનાવશે. ત્રણ મહિનાની અંદર નિયમો બનાવવામાં આવનાર છે.

સુપ્રિમ કોર્ટે મહત્ત્વપૂર્ણ તારણો પણ આપ્યા હતાં. સીજેઆઈ રંજન ગોગોઈએ કહ્યું હતું કે, ભારતીય પૂરાતત્ત્વ સર્વેક્ષણ (એએસઆઈ) પર શંકા કરી શકાય નહીં. તેના  અભ્યાસને નજરઅંદાજ કરી શકાય તેમ નથી.

સુપ્રિમ કોર્ટે નિર્મોહી અખાડાના દાવાને ફગાવી દીધો હતો. સાથે સાથે કહ્યું હતું કે, તેની અરજી મોડેથી આવી છે. બેન્ચે કહ્યું હતું કે અંગ્રેજો આવે તે પહેલા જ રામ ચબૂતરા અને સીતા રસોઈની હિન્દુ લોકો પૂજા કરતા હતાં. રેકોર્ડના તમામ પુરાવા દર્શાવે છે કે વિવાદાસ્પદ જમીનની બહારના હિસ્સામાં હિન્દુઓનો કબજો હતો.

બાબરી મસ્જિદનું નિર્માણ ખાલી જગ્યા પર કરવામાં આવ્યું હતું. જમીનની નીચે માળખુ ઈસ્લામિક ન હતું. એએસઆઈના તારણથી સાબિત થઈ ગયું છે કે નષ્ટ કરવામાં આવેલા માળખાની નીચે મંદિર હતું. સુપ્રિમ કોર્ટે જે ચૂકાદો આપ્યો છે તે ર.૭૭ એકર જમીન સાથે જોડાયેલો છે.

સુપ્રિમ કોર્ટે જણાવ્યું કે, હિન્દુ અયોધ્યામાં ભગવાન રામનું જન્મ સ્થાન માનતા રહ્યા છે. તે તેમની ધાર્મિક ભાવનાઓ છે. મુસ્લિમ તેને બાબરી મસ્જિદ કહે છે. અહીં હિન્દુઓનો એવો પણ વિશ્વાસ છે કે ભગવાન રામનો જન્મ અયોધ્યામાં થયો હતો. તેના પર કોઈ વિવાદ નથી. હિન્દુઓનો વિશ્વાસ અને આસ્થા છે કે ભગવાન રામનો જન્મ સ્થળ ગુંબજના નીચે છે. આસ્થા વ્યક્તિ વિશ્વાસનો મુદ્દો છે. કોર્ટે માન્યું કે આ કેસમાં આસ્થા અને વિશ્વાસના આધાર પર નહીં, પરંતુ દાવાના આધારે નક્કી કરવામાં આવે છે. ઐતિહાસિક તથ્ય આ વાતનું પ્રમાણ આપે છે કે અયોધ્યામાં જ ભગવાન રામનું જન્મ સ્થળ હતું.

અત્રે ઉલ્લેખનિય છે કે, તા. ૩૦ સપ્ટેમ્બર, ર૦૧૦ ના અલ્હાબાદ હાઈકોર્ટે અયોધ્યાના વિવાદાસ્પદ સ્થળને રામ જન્મભૂમિ ગણાવી હતી. હાઈકોર્ટે ર.૭૭ એકર જમીનની વહેંચણી કરી દીધી હતી. કોર્ટે સુન્ની વકફ બોર્ડ નિર્મોહી અખાડા અને રામલલ્લાની વચ્ચે જમીન સરખા ભાગે વહેંચવાનો આદેશ આપ્યો હતો. કેસ સાથે જોડાયેલી ત્રણ પાર્ટીઓ નિર્મોહી અખાડા, સુન્ની વકફ બોર્ડ અને રામલલા વિરાજમાને આ ચૂકાદો માનવાની ના પાડી દીધી હતી. હાઈકોર્ટના આ ચૂકાદાની વિરૃદ્ધ સુપ્રિમ કોર્ટમાં ૧૪ અરજી દાખલ થઈ હતી. આ કેસ છેલ્લા નવ વર્ષથી સુપ્રિમ કોર્ટમાં પેન્ડીંગ હતો.

અયોધ્યા કેસના ચૂકાદા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કર્યું છે. જેમાં તેમણે લખ્યું હતું કે, સુપ્રિમ કોર્ટનો ચૂકાદો આવી ગયો છે. આ નિર્ણયને જીત કે હારના રૃપે જોવો જોઈએ નહીં. અદાલતનો આ નિર્ણય ઘણી બધી બાબતે મહત્ત્વનો છે. આ સમય ભારતભક્તિને વધુ મજબૂત કરવાનો છે. દેશવાસીઓને શાંતિ, સદ્ભાવ અને એક્તા જાળવી રાખવાની અપીલ કરૃ છું.

ગૃહમંત્રી અમિત શાહે ટ્વિટ કર્યું કે, મને પૂર્ણ વિશ્વાસ છે કે સુપ્રિમ કોર્ટ દ્વારા કરાયેલા આ ઐતિહાસિક નિર્ણય પોતાનામાં જ એક મીલનો પથ્થર સાબિત થશે. શ્રીરામ જન્મભૂમિ પર સર્વસહમતિથી આવેલા સુપ્રિમ કોર્ટના ચૂકાદાનું હું સ્વાગત કરૃ છું.

મુસ્લિમ પક્ષના વકીલ જફરયાબ જિલ્લાનીએ કહ્યું કે સવાલ પ એકર જમીનનો નથી. અમે મસ્જિદ કોઈને આપી શકીએ નહીં. મસ્જિદને હટાવી શકાય નહીં. અમે સુપ્રિમ કોર્ટનો ચૂકાદો આખો વાંચીને આગળની રણનીતિ બનાવીશું. અમે સુપ્રિમ કોર્ટના ચૂકાદાનું સમ્માન કરીએ છીએ. હું દેશના લોકોને અપીલ કરૃ છું કે કોઈપણ પ્રકારનો વિવાદ ઉત્પન્ન ના કરે. મુસ્લિમ પક્ષ કોર્ટના ચૂકાદાથી સંતુષ્ટ નથી. અમે વકીલ રાજીવ ધવન સાથે વાત કરીને આગળનો નિર્ણય કરીશું અને પડકારવા અંગે વિચારીશું.

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે અયોધ્યા વિવાદ પર સુપ્રિમ કોર્ટના ચૂકાદાનું સ્વાગત કર્યું અને લોકોને શાંતિ અને સૌહાર્દ બનાવી રાખવાની અપીલ કરી છે.

સુપ્રિમઃ ચૂકાદાની હાઈલાઈટ્સ

અયોધ્યામાં રામ મંદિર બનવાનો માર્ગ સાફ.

વિવાદીત જમીન રામ જન્મ ભૂમિ ન્યાસને આપવા આદેશ.

સુન્ની વકફ બોર્ડને પ એકર વૈકલ્પિક જમીન અયોધ્યામાં જ આપવાનો આદેશ.

પક્ષકાર ગોપાલ વિશારદને પૂજાનો અધિકાર.

નિર્મોહી અખાડા અને શિયા વકફ બોર્ડનો દાવો ફગાવાયો.

રામલલ્લા બિરાજમાનને જ જમીન માલિકીનો હક્ક.

મંદિર બનાવવા માટે ટ્રસ્ટ બનાવવાનો કેન્દ્ર સરકારને આદેશ

રામ મંદિર નિર્માણની રૃપરેખા તૈયાર કરશે ટ્રસ્ટ.

મુસ્લિમ પક્ષ જમીન પર દાવો સાબિત કરવામાં નિષ્ફળ.

આસ્થા અને વિશ્વાસના આધારે માલિકી હક્કનો નિર્ણય નહીંઃ અદાલત

હિન્દુઓની આસ્થા પર કોઈ જ વિવાદ નહીંઃ અદાલત

જમીન પર માલિકીનો હક્ક કાયદાકીય રીતે નક્કી થશેઃ અદાલત

ખોદકામમાં જે જમીન મળી તે ઈસ્લામિક ઢાંચો નહોતીઃ અદાલત

ખાલી જમીન પર નહોતી બનાવવામાં આવી બાબરી મસ્જિદઃ અદાલત

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit