મહાપ્રભુજીની બેઠક પાસેથી બાઈકની ઉઠાંતરી

જામનગર તા. ૮ઃ જામનગરના એક આસામીનું મોટરસાયકલ પોણા બે મહિના પહેલાં મહાપ્રભુજીની બેઠક નજીકથી ચોરાઈ ગયાની તેઓએ ફરિયાદ નોંધાવી છે.

જામનગરના દિગ્વિજય પ્લોટમાં કામડીયાવાસમાં રહેતા લક્ષ્મીદાસ કલ્યાણજી શેઠીયાએ ગઈ તા. ૧૪-૦૯-૧૯ના દિને સવારે પોતાનું જીજે-૧૦-બીક્યુ-૭૫૨૬ નંબરનું હિરો મોટરસાયકલ મહાપ્રભુજીની બેઠક નજીકની શાલુપીરની દરગાહ પાસે રાખ્યું હતું.

અંદાજે રૃા. ૨૦,૦૦૦ની કિંમતનું આ વાહન ત્યાંથી ચોરાઈ ગયાની ગઈકાલે સિટી એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવાઈ છે. પોલીસે અજાણ્યા તસ્કર સામે આઈપીસી ૩૭૯ હેઠળ ગુન્હો નોંધ્યો છે.

close
Ank Bandh
close
PPE Kit