ગાંધીનગરઃ છત્રાલની બેંકમાં ફાયરિંગઃ ત્રણ શખ્સોએ ચલાવી લૂંટઃ એકાદ કરોડ રૃપિયા લૂંટાયા હોવાની શક્યતા / પ્રધાનમંત્રી મોદીએ આપી ફરી ચેતવણીઃ છુપાઈ નહીં શકે પુલવામાના ગુનેાગારઃ સજા જરૃર મળશે / વિમાનમાં ખામી સર્જાઈઃ શહીદોના મૃતદેહો પટનાના એરપોર્ટ પર અટવાયા / નવજોત સિદ્ધુને પાકિસ્તાન પ્રેમ પડયો ભારેઃ ધ કપિલ શર્માના શો માથી થઈ હક્કાલ પટ્ટી /
બેંગ્લુરૃ તા. ૧૩ઃ ક્રિકેટના ક્ષેત્રે ભારતને પોતાનું પહેલું ઘર માનતી અફઘાનિસ્તાનની ટીમે તેમને આઈ.સી.સી. તરફથી માન્યતા મળ્યા પછી પ્રથમ ટેસ્ટ ભારત સાથે રમવાનું પસંદ કરતા આ ઐતિહાસિક મેચ આવતીકાલથી બેંગ્લુરૃમાં રમાશે.
અફઘાનિસ્તાનને તાજેતરમાં જ આઈસીસી તરફથી ટેસ્ટ-ક્રિકેટ રમવાનો દરજ્જો મળ્યો છે અને એણે પોતાની સૌ પ્રથમ અને ઐતિહાસિક ટેસ્ટ આવતી કાલથી ભારત સામે રમવાનું પસંદ કર્યું છે. ક્રિકેટના ક્ષેત્રે ભારતને પોતાનું પહેલું ઘર માનતી અફઘાનિસ્તાનની ટીમ અસગર સ્ટેનિકઝાઈના સુકાનમાં રશીદ ખાન અને મુજીબ ઉર રહેમાન સહિતના અનેક કાબેલ સ્પિનરોને લઈને ભારત આવી છે.
આ મેચમાં વિરાટ કોહલી ઈજાને કારણે આ ટેસ્ટમાં નહીં રમે અને અજિંક્ય રહાણે ટીમ ઈન્ડિયાનું સુકાન સંભાળશે. આ મેચ માટે સિલેક્ટ થયેલા બાકીના પ્લેયરોમાં શિખર ધવન, અશ્વિન, રવીન્દ્ર જાડેજા, ઉમેશ યાદવ અને કુલદીપ યાદવ નો સમાવેશ થાય છે.
વર્ષ ૨૦૦૦ની સાલમાં બાંગ્લાદેશ પોતાની સૌ પ્રથમ ટેસ્ટ (ઢાકામાં) ભારત સામે રમ્યું હતું. અને એમાં ભારતનો ૯ વિકેટે વિજય થયો હતો. ૧૯૯૨ માં ઝિમ્બાબ્વે પોતાની પ્રથમ ટેસ્ટ (હરારેમાં) ભારત સામે રમ્યું હતું અને એ મેચ ડ્રોમાં પરિણમી હતી. આયર્લેન્ડ ગયા મહિને પોતાની સૌ પ્રથમ ટેસ્ટ (ડબ્લિનમાં) પાકિસ્તાન સામે રમ્યું હતું જેમાં પાકિસ્તાનનો પાંચ વિકેટે વિજય થયો હતો.