આઈ૫ીએલ ર૦૧૯ઃ વરૃણ ધવનની બેઝ પ્રાઈઝ હતી ર૦ લાખઃ ર૦૧૯ના આઈપીએલમાં ૮.૪ કરોડની બોલાઈબોલી / જસદણ પેટા ચૂંટણી જંગઃ કુંવરજી બાવળીયા, ભરત બોધરા, અવસર નાકીયા, ભોળાભાઈ ગોહેલ મેદાનમા /

દ્વારકા નગરીમાં હેરીટેઈઝ લુક આપવાના આશયથી ૨૦૦ સ્ટ્રીટ લાઈટો ઝગમગશે

દ્વારકા તા. ૧૩ઃ લગભગ એકાદ દાયકાથી દ્વારકા યાત્રાધામમાં કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર દ્વારા વિકાસના કાર્યો થયા હોય અને હજુપણ અનેક વિકાસ કાર્યો થનાર હોય કેન્દ્ર તથા રાજ્ય સરકારની સાથે સાથે દ્વારકા નગરપાલિકા પણ ભગવાન શ્રીકૃષ્ણની આ પૌરાણિક નગરીને હેરીટેજ લુક આપવાના આશય સાથે જગતમંદિરને જોડતા તેમજ મુખ્ય રસ્તાઓ પરના અંદાજિત રૃા. સાડા ચારથી પાંચ કરોડ રૃપિયાના ખર્ચે વિકાસકાર્યો કરનાર છે. જેમાં આશરે ૨૦૦ જેટલી હેરીટેઝ લુક ધરાવતી સ્ટ્રીટ લાઈટ્સ તેમજ ૯૦ જેટલા રસ્તાઓના નિદર્શન સાથેના સાઈનેજીસ પોલ પણ નાખવામાં આવશે. આ તમામ પોલ તેમજ હેરીટેજ લુકની સાથે સાથે અત્યાધુનિક સુવિધા સાથેના હશે જેમાં ઈલેકટ્રીસિટીની સાથે સાથે સીસીટીવી કેમેરા અને પબ્લિક એનાઉન્સીંગ સિસ્ટમ પણ ઉપલબ્ધ રહેશે. હેરીટેજ લુક ધરાવતી સ્ટ્રીટ લાઈટ નાખવાનું કામ સિધ્ધનાથ રોડ તેમજ જોધા માણેક રોડ વિસ્તારમાં શરૃ કરી દેવાયું છે. જે આગામી સમયમાં જગતમંદિરને જોડતા પ્રમુખ રસ્તાઓ, સિધ્ધનાથ વિસ્તાર, ઈસ્કોન ગેઈટથી જગતમંદિર સુધીનો માર્ગ તેમજ શહેરના પ્રમુખ માર્ગોમાં પણ નાખવામાં આવનાર છે. સૌપ્રથમ ટેસ્ટીંગ સમયે નવનિયુક્ત પ્રમુખ જીતુભા માણેક તથા ઉપપ્રમુખ પરેશભાઈ ઝાખરીયાએ પાલિકાના એન્જિનિયર રમેશભાઈ કણઝારીયા તથા સેનેટરી ઈન્સ. સંજયભાઈ દત્તાણીની હાજરીમાં નિરીક્ષણ કર્યું હતું. જે સુવિધા નજીકના સમયમાં શહેરમાં ઉપલબ્ધ કરાવી કાર્યાન્વિત કરવામાં આવનાર છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00