નાઈજીરીયામાં બોકો હરામનો આત્મઘાતી હુમલોઃ ૩૧ના મૃત્યુ નિપજયાં / આઈ.બી.એ રાજધાની દિલ્હી પર આતંકુ હુમલાનો ખતરો હોવાનું કર્યું જાહેર / કાશ્મીમાં આતંકીઓ પાસે બંકરો પણ તોડી નાખે એવી ચીની બનાવટની સ્ટીલની ગોળી ઓ મળી આવી / પૂર્વાેત્તર રાજ્યોમાં જળ પ્રલય ર૩નાં મૃત્યુઃ ૪.પ લાખ લોકો થયા પ્રભાવીત / જમ્મુ-કાશ્મીરમાં બાંદીપુરામાં ૪ આતંકી ઠારઃ બીજબહોરમાં સર્ચ ઓપરશન શરૃ / સુરતમાં બુલેટ ટ્રેનનો કરાયો વિરોધઃ મોટી સંખ્યામાં ખેડૂતોએ યોજી રેલી /

બનાસકાંઠામાં ૧૪ તાલુકા પંચાયતમાંથી ૮ તાલુકા પંચાયતોમાં કોંગ્રેસના પ્રમુખો ચૂંટાયા

પાલનપુર તા. ૧૩ઃ બનાસકાંઠા જિલ્લાની ૧૪ તાલુકા પંચાયતો પૈકી ૮ તાલુકા પંચાયતોમાં કોંગ્રેસના પ્રમુખો ચૂંટાયા છે.

બનાસકાંઠા જિલ્લાના ૧૪ તાલુકાઓમાં તાલુકા પંચાયતોના પ્રમુખ-ઉપપ્રમુખ પદની ચૂંટણીઓ યોજાઈ હતી. જેમાં આઠ તાલુકા પંચાયતોમાં કોંગ્રેસના અને ૬ તાલુકા પંચાયતમાં ભાજપના પ્રમુખો વરાયા છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશ ગઢવીએ પ્રજાએ કોંગ્રેસ પર મૂકેલા વિશ્વાસ બદલ આભાર વ્યક્ત  કર્યો હતો.

ભાજપના જિલ્લા પ્રવક્તા હિતેષ ચૌધરીએ જણાવ્યું હતું કે બનાસકાંઠાની ૧૪ પૈકી ૬ પર ભાજપે સત્તા હાંસલ કરી છે, જ્યારે લાખણી તાલુકા પંચાયતમાં મિશ્ર શાસન સ્થપાયું છે, અને ઉપપ્રમુખ પદે ભાજપના ઉમેદવાર વરાયા છે. તેમણે કહ્યું કે જ્યાં ભાજપ વિપક્ષમાં છે, ત્યાં જાગૃત વિરોધપક્ષની રચનાત્મક ફરજો બજાવીશું.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00