આવતીકાલે બંગાળમાં અમિત શાહની રેલી, વિવાદ બાદ માલદામાં હેલીકોપ્ટર ઉતારવાની મળી મંજુરી /જમ્મુ-કાશ્મીર બડગામમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણઃ ૩ આતંકીઓ કરાયા ઠાર / કાશ્મીરમાં-હીમાચલમાં બરફવર્ષાઃ એમ.પી.ના નીમચ ગામમાં પડયા કરાઃ જેસલમેરમાં વરસાદઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાના અમુક ગામોમાં પણ કમોસમી સરવાદથી જીરૃ સહિતના વાવેતરમાં નુકશાનીની આશંકા / અમેરીકાનો સોમાલિયામાં હવાઈ હુમલોઃ શબાબના બાવન જેટલા આતંકીયોના સફાયો /

રાષ્ટ્રિય દલિત મહાસંઘ દ્વારા વિવિધ મુદ્દે રાજ્યપાલને આવેદન પાઠવાયું

જામનગર તા. ૧૧ઃ રાષ્ટ્રીય દલિત મહાસંઘના યુવાનો મોટર, સાયકલ રેલી મારફત ઉનાથી રવાના થયા હતાં અને ગાંધીનગર પહોંચી ત્યાં રાજયપાલને રૃબરૃ મળીને ૧૧ મુદ્દાનું આવેદનપત્ર પાઠવ્યું હતું.

આ રજૂઆતમાં જણાવાયા મુજબ એસસી-એસટી, ઓબીસી રોસ્ટર એક્ટ સત્વરે લાગુ કરવો જોઈએ. રાજયના અનુ.જાતિ માટેના બજેટની જોગવાઈ મુજબનો ખર્ચ કરવો, અનુ.જાતિના પ્રમાણપત્રમાં પેટા જાતિનો ઉલ્લેખ બંધ કરવો. ઉનાકાંડ પછીના અનુ.જાતિ ઉપરના કેસો પાછા ખેંચવા, ૧૦૦ કરોડના ખર્ચે સમરસ હોસ્ટેલ બનાવાઈ છે. પરંતુ અહીં ફક્ત સાત ટકા અનુ.જાતિના લોકોને સ્થાન આપવામાં આવે છે. તો બજેટ પણ સાત ટકા હોવું જોઈએ. આથી સમરસ હોસ્ટેલમાં વાપરવામાં આવેલ ૯૩ ટકા રકમ સમાજ કલ્યાણ વિભાગને આ રકમ પરત કરવી જોઈએ.

સફાઈ કામદારો માટે કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરવી જોઈએ અને સફાઈ કામદાર તરીકે કાયમી નોકરી આપવી જોઈએ. અનુ.જાતિના લોકોની સાંથણીની જમીનના કાયદા વિરૃદ્ધનો ખાલસાનો હુકમ રદ્દ કરવો જોઈએ, અને તેને ફરી વખત એક તક આપવી જોઈએ. એસસી-એસટીના યુવાનોના નામે સ્કિલ ડેવલોપમેન્ટને નામે ૧૩૦૦ કરોડના કૌભાંડની યોગ્ય તપાસ કરી પગલા લેવા જોઈએ.

બરોડા સંકલ્પ ભૂમિનો શિલાન્યાસ સંકલ્પ સ્થળે જ થાય તે જરૃરી છે. અનુ.જાતિના બેકાર લોકોને ૪ એકર જમીન ૯૯ વર્ષના ભાડા પેટે ફાળવવામાં આવે. અનુ.જાતિના લોકોની મજૂર વણકર, ચર્મઉદ્યોગ, સામૂહિક ખેતીની મંડળી માટે પ્રોત્સાહક નીતિનો અમલ થાય તે જરૃરી છે. આ તમામ યુવાનોએ રાજયપાલને રૃબરૃ મળીને આવેદનપત્ર પાઠવ્યું હતું.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00