મોદી સરકારની બીજી ટર્મમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહનો બદલાય શકે રોલ / ૧૧ વર્ષ પછી સુપ્રીમ કોર્ટમાં ચાર જજે શપથ લઈ નિર્ધારીત સંખ્યા કરી પૂરી / ગુજરાતની શાળાઓમાં હવેથી નવરાત્રી વેકેશન નહીં મળેઃ માધ્યમિક શિક્ષણ સમિતિએ કર્યાે નિર્ણય /

ચકચારી એડવોકેટ હત્યા કેસના બન્ને આરોપીના દસ દિવસના રિમાન્ડ મંજૂર

જામનગર તા.૧૬ ઃ જામનગરના એડવોકેટની હત્યામાં સોપારી લેનારા બે શખ્સોનો તપાસનીશ અધિકારી એસપીએ કબજો સંભાળ્યા પછી ગઈકાલે રાત્રે બન્ને આરોપીઓને રિમાન્ડની માગણી સાથે ન્યાયમૂર્તિના નિવાસસ્થાને રજૂ કરવામાં આવ્યા હતા. અદાલતે બન્ને આરોપીઓને દસ દિવસના રિમાન્ડ પર સોંપ્યા છે. આરોપીઓએ પોતે સોપારી લીધી હોવાની કબૂલાત તો આપી છે, પરંતુ ભાડૂતી મારા નહીં મોકલ્યાની રટ પકડતા પોલીસ પણ ચોંકી છે. પોલીસે બન્ને આરોપીઓની કોલ ડીટેઈલ સહિતની વિગતો કઢાવવાની તજવીજ ઉપરાંત તપાસને વધુ સઘન બનાવી છે.

જામનગરના જાણીતા એડવોકેટ કિરીટભાઈ જોષીને ગઈ તા.ર૮ની રાત્રે તેમની ઓફિસની નીચેના ભાગમાં જ બાઈક પર ધસી આવેલા બે શખ્સોએ છરીના ઘા ઝીંકી નિપજાવેલી હત્યાના કેસની તપાસ રાજ્યના મુખ્ય પોલીસ અધિકારી શિવાનંદ ઝાએ જામનગરના જિલ્લા પોલીસવડા પી.બી. સેજુળને સોંપ્યા પછી તપાસમાં સાથે જોડાયેલી અમદાવાદ ક્રાઈમ બ્રાંચની ટૂકડીએ સોમવારે મુંબઈથી સાયમન લુઈસ દેવીનંદન તથા અજય મોહનપ્રકાશ મહેતા નામના બે શખ્સોને અટકાયતમાં લઈ કરેલી પૂછપરછમાં આ શખ્સોએ એડવોકેટ કિરીટ જોષીની હત્યા માટે ભૂ-માફિયા જયેશ પટેલ પાસેથી રૃા.પ૦ લાખમાં સોપારી ઉઠાવ્યાની કબૂલાત આપી હતી જેના પગલે બન્ને આરોપીઓને અમદાવાદ ક્રાઈમ બ્રાંચના જેસીપી સમક્ષ રજૂ કરાયા પછી પરમદિવસે રાત્રે તપાસનીશ એસપી પી.બી. સેજુળે બન્ને આરોપીઓનો કબજો સંભાળ્યો હતો.

બન્ને આરોપીઓને જામનગર ખસેડવામાં આવ્યા પછી ગઈકાલે તેઓની ધરપકડના ચોવીસ કલાક પૂર્ણ  થાય તે પહેલા સાડા આઠેક વાગ્યે એસપીના સીધા માર્ગદર્શન હેઠળ એલસીબીના કાફલાએ બન્ને આરોપીઓને ચૌદ દિવસના રિમાન્ડની માગણી સાથે મહિલા ન્યાયમૂર્તિ ગીતાબેન આહિરના નિવાસસ્થાને રજૂ કર્યા હતા જ્યાં પોલીસ પાસે રહેલા કાગળો તેમજ આ કેસની ગંભીરતા ધ્યાને લઈ ન્યાયમૂર્તિએ બન્ને આરોપીઓને દસ દિવસના રિમાન્ડ પર સોંપ્યા છે. ગઈકાલ સવારથી બન્ને આરોપીઓની હાથ ધરાયેલી પૂછપરછમાં તેઓએ કબૂલ્યા મુજબ જયેશ પટેલે અગાઉ પોતાના મુંબઈમાં રહેતા કાર ડ્રાઈવર આલ્ફ્રેડને સોપારી કિલર શોધી આપવા માટે કહ્યું હતું જેના પગલે આલ્ફ્રેડની ઓળખાણમાં રહેલા સાયમન લુઈસનો આ પ્રકરણમાં પ્રવેશ થયો હતો. મુંબઈમાં જમીન-મકાનના વ્યવસાય સાથે સંકળાયેલા અજય મહેતાને સાયમન લુઈસે પોતાની સાથે ભેળવી રૃા.પ૦ લાખની ઉપરોક્ત સોપારી અંગે મારા શોધી આપવાની તજવીજ કરી હતી.

પોલીસ સમક્ષ વધુમાં આ શખ્સોએ કબૂલ્યા મુજબ કિરીટ જોષીની હત્યાના મુખ્ય સૂત્રધાર જયેશ પટેલે રૃા.પ૦ લાખના સોપારી કિલીંગના બદલામાં અત્યાર સુધીમાં કટકે કટકે રૃા.અઢી લાખ આપ્યા છે, પરંતુ આ બન્ને શખ્સોએ જામનગર આવી જે શખ્સો કિરીટભાઈ જોષીની હત્યા કરી ગયા તેઓને પોતે ન મોકલ્યા હોવાની રટ પકડતા પોલીસે રિમાન્ડ મેળવ્યા પછી તેઓની પાસેથી સાચી હકીકત ઓકાવવાની તજવીજ આરંભી છે. અમદાવાદ રજૂ કરાયેલા આરોપીઓએ ત્યાં પોલીસ સમક્ષ આપેલી કેફિયતમાં ફેરફાર કરી ગઈકાલે અલગ જ કેફિયત રજૂ કરતા પોલીસ હાલમાં બન્ને આરોપીઓના કહેવાતા કથન પર વિશ્વાસ ન કરી તેઓના કોલ્ડ રેકોર્ડ સહિતની બાબતો ચકાસી રહી છે. આરોપીઓને રિમાન્ડ પર લેનાર તપાસનીશ એસપી પી.બી. સેજુળે આજે આ બાબતમાં હજુ પૂછપરછ ચાલી રહી હોવાનું જણાવ્યું છે.

ગઈકાલે રાત્રે જ્યારે આરોપી સાયમન તથા અજય મહેતાને ન્યાયમૂર્તિના ઘેર લઈ જવામાં આવ્યા ત્યારે તે વિસ્તારમાં કુતૂહલવશ લોકોના ટોળા જામ્યા હતા.

સમય આવ્યે અદાલત સમક્ષ પુરાવા રજૂ કરવાની તૈયારી દર્શાવી

જયેશ પટેલે ટીવી ચેનલને વીડિયો મેસેજ મોકલાવ્યોઃ પોતાને ફસાવવામાં આવતો હોવાની આપી સફાઈ

જામનગરના એડવોકેટ કિરીટ જોષીની હત્યાની સોપારી લેનાર મુંબઈના સાયમન લુઈસ અને અજય મહેતા નામના બે શખ્સોને જામનગર પોલીસે દસ દિવસના રિમાન્ડ પર લીધા છે ત્યારે આજે આ કેસના મુખ્ય આરોપી જયેશ પટેલે રાજ્યની એક ટીવી ચેનલને પોતાનો ઉતારેલો વીડિયો મેસેજ મોકલાવી પોતે આ ગુન્હામાં સંડોવાયેલો નથી તેવો ખૂલાસો કરતા ચકચાર જાગી છે.

રાજ્યની એક ગુજરાતી ચેનલને જયેશ પટેલે વિદેશની ધરતી પરથી પોતાનો જ ઉતારેલો વીડિયો મેસેજ મોકલાવી તેમાં જણાવ્યું છે કે, પોતાને આ કેસમાં ફસાવવામાં આવી રહ્યો છે, પોતે આ કેસમાં કોઈ રીતે, ક્યાંય સંડોવાયેલો ન હોવાના તેની પાસે પુરાવા છે જે સમય આવ્યે તે અદાલત સમક્ષ રજૂ કરશે. પોતાને આ કેસમાં ફસાવવામાં આવી રહ્યો હોવાની વાત ઉચ્ચારતા જયેશ પટેલે મૃતક એડવોકેટના ચારિત્ર્ય પર પણ કાદવ ઉછાળ્યો છે.

તેઓના કેટલાક સંબંધો વિશે જયેશ પટેલે જ્યારે વીડિયો મેસેજથી આક્ષેપો કર્યા છે ત્યારે ઝડપાયેલા બન્ને શખ્સોની પોલીસ દ્વારા વિશિષ્ટ ઢબે પૂછપરછ કરવાની સાથે અન્ય કેટલીક દિશાઓમાં પણ તપાસ લંબાવવામાં આવી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription