પર્રિકરના અંતિમ દર્શન માટે વડાપ્રધાન મોદી પહોંચ્યા ગોવા /  સુરતના વેડરોડ પર આવેલા એક બિલ્ડીંગમાં લાગી ભયાનક આગઃ આખુ બિલ્ડીંગ ખાલી કરાવાયું / ઝિમ્બાબ્વે, મલાવી અને મોઝામ્બિકમાં ત્રાટક્યું ઈડાઈ નામનું વાવાઝોડુંઃ ૧પ૦ના મૃત્યુઃ સેંકડો લોકો લાપત્તા

જોડિયામાં યુ.પી. વ્યાસ કન્યા વિદ્યાલયમાં શાળા પ્રવેશોત્સવઃ શૈક્ષણિક કીટ અપાઈ

જામનગર તા. ૧૧ઃ જામનગર જિલ્લાની જોડિયા સ્થિત જાણીતી સંસ્થા શેઠ કા.જી. સ્ત્રી હુન્નર ઉદ્યોગ શાળા સંચાલિત શ્રીમતી યુ.પી. વ્યાસ કન્યા વિદ્યાલયમાં ધો. ૯ અને ધો. ૧૧ મા પ્રવેશોત્સવની ઉજવણી હર્ષોલ્લાસપૂર્વક કરવામાં આવી હતી.

કાર્યક્રમમાં પ્રાર્થનાથી શરૃઆત પછી મમતાબેન જોષીના માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલ વિદ્યાર્થીનીઓએ ગીત અભિનય તથા યોગનિર્દેશન રજૂ કર્યા હતાં.

શાળાના આચાર્યા પ્રવિણાબેન આર.ફીણવિયાએ બાલમંદિર વિભાગના આચાર્યા વિજ્યાબેન તથા જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના વૈશાલીબેન ખીમસુરિયાએ જોડિયા ગ્રામ્ય સરપંચ નયનાબેન વર્માનું શાલ તથા સૂતરની આંટીથી સન્માન કર્યું હતું. વિદ્યાર્થીનીઓએ પણ આમંત્રિત મહેમાનોનું પ્રાર્થનાઓથી તથા સૂતરની આંટીથી સ્વાગત કર્યું હતું. ધો. ૯ ની વિદ્યાર્થીની અપેક્ષા ભાટિયાએ બેટી બચાવો, બેટી પઢાવો વિષય પર વક્તવ્ય આપ્યું હતું.

હુન્નર ઉદ્યોગ શાળા દ્વારા કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ બાળાઓને આર્થિક ભેટ તેમજ આચાર્યા પ્રવિણાબેન આર. ફીણવિયા, લીલાબેન નકુમ તથા બાલમંદિરના આચાર્યા વિજ્યાબેન મકવાણા તરફથી પણ આર્થિક યોગદાન આપવામાં આવ્યું હતું.

આંગણવાડીના બાળકોને રમકડા અને કઠોળની કીટ, ધો. ૧ મા પ્રવેશ મેળવનાર બાળકોને પુરસ્કાર રૃપે કીટ તથા ધો. ૯ અને ૧૧ મા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીનીઓને પાઠ્ય પુસ્તક કીટ ભેટ કરવામાં આવી હતી. ધો. ૮ મા પ્રથમ ત્રણ નંબર મેળવનાર તથા ધો. ૧૧ મા પ્રથમ નંબરે આવનાર બાળાઓને પુરસ્કાર પ્રદાન કરવામાં આવ્યા હતાં. સંસ્થા તરફથી શાળાને ર૦૦૦ પુસ્તકો સંસ્થાના ટ્રસ્ટી અશોકભાઈ વર્મા દ્વારા શાળાના આચાર્યને આપવામાં આવ્યા હતાં. આ પ્રસંગે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના વૈશાલીબેન ખીમસુરિયાની અધ્યક્ષતામાં યોજાયો હતો અને તેમણે પ્રાસંગિક પ્રવચન પણ આપ્યું હતું.

આમ, જોડિયા ગામના સરપંચ નયનાબેન વર્મા, સંસ્થાના ટ્રસ્ટી અશોકભાઈ વર્મા, શાળાના પૂર્વ હેડક્લાર્ક દાવડાભાઈ, એકાઉન્ટન્ટ રાવલભાઈ, બાલમંદિરના આચાર્યા વિજ્યાબેન મકવાણા, શાળાના આચાર્યા પ્રવિણાબેન ફીણવિયા તેમજ ચિરાગભાઈ વાંક અને જોડિયાના ટી.પી.ઓ. ગજેરા, જી.દ.વા. કન્યા શાળાનો સ્ટાફ અને વિદ્યાર્થીઓ, આંગણવાડીના બહેનો, બાળકો તથા વાલીઓની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ ઉલ્લાસપૂર્ણ રીતે ઉજવાયો હતો.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00