ગાંધીનગરઃ છત્રાલની બેંકમાં ફાયરિંગઃ ત્રણ શખ્સોએ ચલાવી લૂંટઃ એકાદ કરોડ રૃપિયા લૂંટાયા હોવાની શક્યતા / પ્રધાનમંત્રી મોદીએ આપી ફરી ચેતવણીઃ છુપાઈ નહીં શકે પુલવામાના ગુનેાગારઃ સજા જરૃર મળશે / વિમાનમાં ખામી સર્જાઈઃ શહીદોના મૃતદેહો પટનાના એરપોર્ટ પર અટવાયા / નવજોત સિદ્ધુને પાકિસ્તાન પ્રેમ પડયો ભારેઃ ધ કપિલ શર્માના શો માથી થઈ હક્કાલ પટ્ટી /
જામનગર તા. ૧૬ઃ હેડક્વાટર્સ આર્ટીલરી સેન્ટર નાસિક દ્વારા હેડક્વાટર્સ ક્વોટામાં ભરતી મેળાનું ફક્ત આર્ટીલરી રેજીમેન્ટના સેવારત/નિવૃત્ત થયેલ પૂર્વ સૈનિકો/શહીદ સૈનિકોના આશ્રિતો અને સ્વ. સૈનિકોના સંતાનો માટે હેડ ક્વાટર્સ, આર્ટીલરી સેન્ટર, નાસિકમાં તા. ર૮-જૂનથી તા. ૩૦-જૂન-ર૦૧૮ સુધી સોલ્જર (જી.ડી.) અને સોલ્જર (ટ્રેડમેન) કેટેગરીના ઉમેદવારોમાંથી ફક્ત આઉટ સ્ટેન્ડીંગ સ્પોટમેન અને ટ્રેડમેન (મ્યુઝિશીયન) સિવાય અન્ય કોઈને લેવામાં આવશે નહીં. વધુ જાણકારી માટે નજીકની રોજગાર વિનિયમ કચેરી તેમજ જામનગરની આર્મી રીક્રુટીંગ કચેરીનો રૃબરૃ અથવા ટેલિફોન નં. ૦ર૮૮-ર૯૧૧૩૧૦ પર સંપર્ક સાધી શકશે. જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી, લાલબંગલો, જામનગરના ટેલિફોન નં. ૦ર૮૮-રપપ૮૩૧૧ પર સંપર્ક કરવા જિલ્લા સૈનિક કલયાણ અને પુનર્વસવાટ અધિકારી જામનગરની યાદીમાં જણાવાયું છે.