આઈ૫ીએલ ર૦૧૯ઃ વરૃણ ધવનની બેઝ પ્રાઈઝ હતી ર૦ લાખઃ ર૦૧૯ના આઈપીએલમાં ૮.૪ કરોડની બોલાઈબોલી / જસદણ પેટા ચૂંટણી જંગઃ કુંવરજી બાવળીયા, ભરત બોધરા, અવસર નાકીયા, ભોળાભાઈ ગોહેલ મેદાનમા /

રિલાયન્સ ફાઉન્ડેશન હવે વિશ્વસ્તરીય યુનિવર્સિટી ઊભી કરશેઃ નીતાબેન અંબાણી

મુંબઈ તા. ૧૩ઃ રિલાયન્સ ફાઉન્ડેશન હવે એવી યુનિવર્સિટી ઊભી કરશે, જેમાં ભાવિ નેતાઓ, સંગીતકારો, ઓલિમ્પિયન્સ અને સાયન્ટિસ્ટોને તૈયાર કરી શકશે. એક ટેલિવિઝન કાર્યક્રમમાં નીતાબેન અંબાણીએ આ પ્રકારના સંકેતો આપ્યા છે.

રિલાયન્સ ફાઉન્ડેશન અત્યાધુનિક સંશોધન અને નવતર પ્રયોગોની સાથે સાથે ભવિષ્યના નેતાઓ, સંગીતકારો, વૈજ્ઞાનિકો અને બોલિમ્પિયનો તૈયાર કરવા માટે યુનિવર્સિટીની સ્થાપના કરવાનું આયોજન ધરાવે છે, એમ રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક-ચેરપર્સન નીતા અંબાણીએ જણાવ્યું હતું.

તાજેતરમાં ઈન્ડિયા ટુડે કોન્કલેવમાં તેમણે જણાવ્યું હતું કે રમત-ગમત અને શિક્ષણ એમ બે સ્તંભો પર ભારતની આવતીકાલનો ઉદય થશે. 'સ્પોર્ટર્સ એન્ડ એજ્યુકેશન ફોર ઓલ' વિષય પર વક્તવ્ય આપ્યું ત્યારે તેમના પતિ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મુકેશ અંબાણી શ્રોતાગણમાં ઉપસ્થિત હતાં. વિશ્વની સર્વશ્રેષ્ઠ અને સૌથી મોટી કંપનીઓનો સમયગાળો નક્કી હોય છે, પરંતુ શૈક્ષણિક સંસ્થાઓ સમયની મર્યાદાઓથી પર હોય છે. તેઓ જે પેઢીઓનું સશક્તિકરણ કરે છે તેમાં જ જીવે છે, શ્વાસ લે છે અને વૃદ્ધિ પામે છે, અને એટલા માટે જ રિલાયન્સ ફાઉન્ડેશન વિશ્વસ્તરીય યુનિવર્સિટી બનાવવાનું આયોજન કરી રહ્યું છે, એમ તેમણે જણાવ્યું હતું.

અત્યાધુનિક સંશોધન અને નવિનત્તમ પ્રયોગો માટેની યુનિવર્સિટી, એવી યુનિવર્સિટી જે શિક્ષણ અને રમત-ગમત, કલા અને સંસ્કૃતિ પર ધ્યાન કેન્દ્રિત કરે. આ યુનિવર્સિટી વિશ્વની શ્રેષ્ઠત્તમ યુનિવર્સિટીઓ સાથે જોડાણ કરશે અને જ્ઞાન અને કૌશલ્ય સાથે વિશ્વનો સામનો કરી શકે તેવી ભવિષ્યની પેઢી તૈયાર કરશે. એવી યુનિવર્સિટી જેના દ્વારમાંથી ભવિષ્યના નેતાઓ, આપણાં સંગીતકારો, આપણાં વૈજ્ઞાનિકો અને આપણાં ઓલિમ્પિયનો ઉભરી આવશે. આ પ્રકારની યુનિવર્સિટીની સ્થાપના રિલાયન્સ ફાઉન્ડેશનમાં અમારૃં સ્વપન છે.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની વિવિધ સખાવતી પ્રવૃત્તિઓને વેગ આપવા માટે રિલાયન્સ ફાઉન્ડેશનની સ્થાપના ર૦૧૦ માં કરવામાં આવી હતી. નીતા અંબાણીએ જણાવ્યું હતું કે ભારત વિશ્વની છઠ્ઠા ભાગની માનવજાતનું ઘર છે અને તેની અડધી વસતિ રપ વર્ષથી ઓછી ઉંમરની છે. વિશ્વની પાંચમા ભાગના યુવાઓ ભારતમાં છે. આગામી બે દશકામાં, વિશ્વની ઉંમરમાં વધારો થશે. ભારત વધારે યુવાન બનશે. ભારતના યુવાનો ભારતની આવતીકાલનું નિર્માણ કરશે. તેમણે જણાવ્યું હતું કે, મુકેશ અને મારૃં મોટું સ્વપન છે અને અમારી દૃઢ પ્રતિબદ્ધતા શિક્ષણને યોગ્ય બનાવવાની અને શિક્ષણનો અધિકાર દરેકને મળે તે માટે છે.

ભારતમાં રમત-ગમત અને શિક્ષણના વિકાસ માટે તેમના ફાઉન્ડેશન આપેલા પ્રદાન અંગેની વિગતો આપતા નીતાબેન અંબાણીએ કહ્યું કે, અત્યાર સુધીમાં રિલાયન્સ ફાઉન્ડેશને ૧૪ શાળાઓની સ્થાપના કરી છે જેમાં વર્ષે ૧૬,૦૦૦ બાળકોને શિક્ષણ આપવામાં આવે છે. અમારી બે નવી શાળાઓ ઉત્તરાખંડમાં છે. આ શાળાઓ ર૦૧૩ માં ઉત્તરાખંડમાં આવેલા પૂરમાં સંપૂર્ણ રીતે નાશ પામી હતી, જેનું પુનઃનિર્માણ કર્યું છે. ગુણવત્તાયુક્ત શિક્ષકોની અછત અને માળખાકીય સુવિધાઓનો અભાવ ભારતનો સૌથી મોટો પડકાર છે એમ જણાવતા તેમણે ઉમેર્યું હતું કે ગુણવત્તાસભર વિષયવસ્તુ અને નવિન અને પોષણક્ષમ પદ્ધતિ હાલની તાતિ જરૃરિયાત છે. તેમના ફાઉન્ડેશનનો પાયાનો કાર્યક્રમ ભારતમાં ૧૩ મિલિયન ઉભરતા  ખેલાડીઓ અને એથ્લેટ્સ સુધી પહોંચ્યો છે, એમ જણાવતા તેમણે જે યુવાન છોકરા અને છોકરીઓએ સ્વપ્ન જોયું અને સફળતા મેળવી તેમની પ્રેરક વાર્તાઓનું વર્ણન કર્યું હતું.

તેઓએ યુવા એથ્લેટ અંજુ ગુર્જરની વાત કરી હતી, જેને માત્ર ૧પ વર્ષની ઉંમરે લગ્નની દરખાસ્ત મળી હતી, પરંતુ તે રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા આયોજિત સ્પર્ધામાં વિજેતા બની અને પછી રાષ્ટ્રીય સ્તરે સ્પર્ધામાં ભાગ લીધો હતો.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00