જામનગરમાં જમીનના હેતુફેર ગોઠવાતી સોગઠાબાજીથી ટીપીઓ વાકેફ છે ખરા?

જામનગર તા. ૧રઃ જામનગરમાં કરોડોની કિંમતની જમીન આવાસ હેતુ માટે ૯૯ વર્ષની લીઝથી વેંચાણ આપ્યા પછી એક રૃપિયાનું પણ બાંધકામ કરાયું નથી. હવે આ જમીન હેતુફેર કરવા માટે મોટા માથાએ કવાયત શરૃ કરી છે.

જ્યારે બીજી તરફ ટીપીઓ દ્વારા આ બાબતનું કોઈ કારસ્તાન ટીપીઓ શાખામાં ચાલતું નહીં હોવાની બાબતનો રદિયો જાહેર કર્યો હતો. ત્યારે અહિં મણ એકનો સવાલ એ છે કે શક્ય છે કે કદાચ આ પ્રકરણ હજુ ટીપીઓ શાખા સુધી પહોંચ્યું નહીં હોય, પરંતુ બારોબારથી ચાલતી ગતિવિધિથી ટીપીઓ વાકેફ છે ખરા? એવું પણ જાણવા મળે છે કે તાજેતરમાં જમીન હેતુફેર માટે હેતુ સામે કેટલાક મહાનુભાવોએ ગાંધીનગર સુધી ફેરો કર્યો હતો અને બહારથી જ ગોઠવાઈ રહેલી સોગઠા બાજી ગોઠવાઈ જશે પછી તો આ બાબતની વિધિવત દરખાસ્ત તો મહાનગરપાલિકા દ્વારા જ કરવામાં આવશે? ત્યારે શું?

વર્ષ ર૦૦૮ માં આવાસીય હેતુ માટે જમીન ફાળવાઈ હતી અને દસ વર્ષ સુધી બાંધકામ થયું નહીં તો શા માટે કોઈ નિયમોનુસાર પગલાં લેવાયા નહીં? આ સમગ્ર હેતુફેર પ્રકરણ હાલ ચર્ચાના ચકડોળે ચડ્યું છે જ્યારે જો બધુ સાંગોપાંગ પાર ઉતરશે તો કેટલાકના હેતું સિદ્ધ થઈ જશે તે નક્કી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, દસ વર્ષ પહેલા સાડાઆઠ કરોડ રૃપિયામાં આ જમીનનું વેંચાણ થયું હતું. જ્યારે આજે આ જમીનની બજાર કિંમત દસગણી આંકી શકાય એટલે કે ૮૦ થી ૯૦ કરોડનું આ જમીનમાં જો હેતુફેર કરી આપવામાં આવે તો આજે બિલ્ડરને કરોડોનો ફાયદો થાય તેમ છે. સાથોસાથ અન્ય કેટલાક પણ માલમાલ થઈ શકે તેમ છે. આથી જ તો મહાનગરપાલિકાના માંધાતાઓએ આ કામ પાર પાડવા માટે બીડુ ઝડપ્યું છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit