જામનગરમાં ચૂસ્ત બંદોબસ્તઃ જરૃર પડ્યે કલમ-૧૪૪ લાગુ કરાશેઃ કલેક્ટર

જામનગર તા. ૯ઃ અયોધ્યામાં રામ જન્મભૂમિની જમીનના વિવાદમાં આજે સુપ્રિમ કોર્ટના ચૂકાદાને ધ્યાને લઈ જામનગરમાં સાવચેતી સ્વરૃપે પગલાં લેવામાં આવ્યા છે અને જરૃર પડ્યે ૧૪૪ ની કલમ લાગુ કરવામાં આવશે. લોકોને અફવા નહીં ફેલાવવા અને સોશ્યલ મીડિયામાં સ્વયં રાખવા જિલ્લા કલેક્ટર રવિશંકરએ આજે જણાવ્યું હતું.

અયોધ્યામાં રામ જન્મ ભૂમિ અને મસ્જિદના વિવાદ અંગે આજે સુપ્રિમ ચૂકાદો સંભળાવ્યો છે જ્યારે જામનગરમાં શાંતિપૂર્ણ માહોલમાં જળવાઈ રહે તે માટે જામનગર જિલ્લા કલેક્ટર રવિશંકર દ્વારા અપીલ કરવામાં આવી હતી.

આજે પત્રકારો સાથે વાતચીત કરતા જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે, જામનગરમાં ૧૯૯ર માં જે જગ્યાએ તોફાનો થયા હતાં ત્યાં ખાસ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. એસ.આર.પી.ની એક ટૂકડી પણ જામનગર આવી પહોંચી છે જે પોલીસને સાથે રાખીને ફ્લેગ માર્ચ કરશે. ખાસ સ્થળો માટે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની નિમણૂક પણ કરી દેવામાં આવી છે.

ચૂકાદા પછી કોઈપણ વ્યક્તિ જશ્ન કે શોક મનાવે નહીં તેની ખાસ તકેદારી રાખવી, વિજય સરઘસ કાઢવા નહીં, ખાસ કરીને સોશ્યલ મીડિયામાં ધાર્મિક લાગણી દુભાય તેવા કોઈ મેસેજ વાયરલ કરવા નહીં, આવા મેસેજ ફરતા હોવાનું જણાય તો નજીકના પોલીસ સ્ટેશનને જાણ કરવી, હાલ જામનગરમાં શાંતિપૂર્ણ માહોલ છે. આમ છતાં જરૃર પડશે તો ૧૪૪ ની કલમને લાગુ કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનિય છેકે, ૧૯૯ર માં જામનગરમાં તોફાનો થયા હતાં જે સમયે ૧પ જેટલી ફરિયાદો પણ નોંધાઈ હતી.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit