ન્યૂઝીલેન્ડ પછી બ્રિટનની પાંચ જેટલી મસ્જીદોમાં કરાઈ તોડફોડઃ એન્ટિ ટેરેરીસ્ટ સ્કવોડ દ્વારા કરાઈ તપાસ શરૃ / દિલ્હીમાંથી જૈશના આતંકી સજાદ ખાનની કરાઈ ધરપકડઃ પુલવામાં હુમલાખોરોના હતો સંપર્કમાં / ગ્રીનકાર્ડ મેળવવા માટે ગુજરાતના ર૩૦ જેટલા બિલડર્સ અમેરિકામાં ૮૦૦ કરોડ થી વધુનું કરશે રોકાણ /

કાશ્મીરમાં આઠ કલાકની અથડામણ પછી પાંચ ત્રાસવાદી ઠારઃ એક જવાન શહીદ

શ્રીનગર તા. ૧૧ઃ કાશ્મીર ચોક્કસ બાતમીના આધારે સેનાના જવાનોએ સર્ચ ઓપરેશન હાથ ધરતા ત્રાસવાદીઓ સાથે શરૃ થયેલી અથડામણ આઠ કલાક ચાલી હતી. તે દરમિયાન પાંચ ખતરનાક ત્રાસવાદીઓને ઠાર કર્યા હતા, જ્યારે એક જવાન શહીદ થયો હતો. આ સ્થળેથી હથિયારોનો વિપુલ જથ્થો મળી આવ્યો હતો.

દક્ષિણ કાશ્મીરના કુલગામમાં સેનાને આજે મોટી સફળતા હાથ લાગી હતી. સેનાએ મોટું ઓપરેશન પાર પાડીને પાંચ આતંકવાદીઓને મોતને ઘાટ ઉતાર્યા હતા. આ કાર્યવાહીમાં એક જવાન પણ શહીદ થયો હતો. આઠ કલાકથી પણ વધુ સમય સુધી આ ઓપરેશન ચાલ્યું હતું. માર્યા ગયેલા આતંકવાદીઓની પાસેથી મોટી માત્રામાં વિસ્ફોટકો અને હથિયારોનો જંગી જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.

શનિવારે મોડી રાત્રે સેનાને કેલમ વિસ્તારમાં ત્રાસવાદીઓની ઉપસ્થિતિ અંગે માહિતી મળી હતી. આ માહિતી મળ્યા બાદ સેનાની નવ રાષ્ટ્રીય રાયફલ, જમ્મુ-કાશ્મીર પોલીસના એસઓજીની ટુકડી અને કેન્દ્રિય રિઝર્વ પોલીસ ફોર્સની ટીમના જવાનોએ ઓપરેશન હાથ ધર્યું હતું અને કેલમ ગામમાં જોરદાર ઘેરાબંધી કરી હતી. ત્યારબાદ જવાનોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. સર્ચ ઓપરેશન બાદ બે ઘરમાં છુપાયેલા આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો. આ ગોળીબાર બાદ જવાબી કાર્યવાહી કરવામાં આવતા ત્રાસવાદીઓનો ખાત્મો થયો હતો.

સવારે પાંચ વાગ્યાની આસપાસ આ ઓપરેશન શરૃ થયા બાદ આઠ કલાક સુધી ઓપરેશન ચાલ્યું હતું.  અંતે સેનાએ આ બંને ઘરોને ફુંકી માર્યા હતા. આ કાર્યવાહીમાં મકાનમાં છુપાયેલા પાંચેય આતંકવાદીઓના મોત થયા હતા. સર્ચ વેળા તમામ ત્રાસવાદીઓના મૃતદેહ કબજે કરાયા હતા. વિસ્ફોટકો પણ મળ્યા હતા. માર્યા ગયેલા આતંકવાદીમાં એક મોસ્ટ વોન્ટેડ કમાન્ડર સામેલ હતો.

જો કે પોલીસ અને સેનાએ આ સંદર્ભમાં હજુ સુધી કોઈ માહિતી આપી નથી. ત્રાસવાદીઓ ઠાર મરાયા બાદ વિરોધ પ્રદર્શનની શરૃઆત સ્થાનિકો દ્વારા કરાઈ હતી. સેનાની કાર્યવાહીને લઈને કેટલાક તોફાની તત્ત્વોેએ ઓપરેશનમાં ખલેલ પહોંચાડવા માટે પથ્થરમારો કર્યો હતો. જોકે સીઆરપીએફના જવાનોએ તોફાની તત્વોને ખદેડવા ટીયરગેસના સેલ છોડ્યા હતા. જોરદાર પથ્થરમારાના કારણે સીઆરપીએફના ચાર જવાન ઘાયલ થયા હતા. તેમને કુલગામની સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

દક્ષિણ કાશ્મીરમાં રવિવારના દિવસે ઓપરેશન બાદથી જ તંગદિલી ફેલાઈ રહી છે. અથડામણની શરૃઆત થયા બાદ ઈન્ટરનેટ સેવા બંધ કરાઈ હતી. ઉપરાંત બનિહાલથી બારામુલા વચ્ચેની રેલવે સેવા બંધ કરવામાં આવી હતી. હિંસાની સ્થિતિને ધ્યાનમાં લઈને સીઆરપીએફ અને પોલીસની વધારાની ટુકડીઓ ગોઠવી દેવામાં આવી હતી.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00