દેશના પ્રથમ નાગરિક રામનાથ કોવિંદે લીધી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતઃ કેવડીયામાં ઈકો ઝોન હોવાથી ભારતનું પ્રથમ ઈકો ફ્રેન્ડલી ગ્રીન બિલ્ડીંગ બનશેઃ / પાક હાઈકમિશનમાંથી ર૩ શીખ તીર્થયાત્રીઓના પાસપોર્ટ ગાયબઃ ભારત ચિંતીતઃ એલર્ટ જારી /

કાલાવડમાં ગઢની રાંગનો દરવાજો તોડી પાડવાના વિરોધમાં કરાઈ ઉગ્ર રજૂઆત

કાલાવડ તા.૧૦ ઃ કાલાવડમાં ગઢની રાંગના દરવાજાને ગેરકાયદેસર રીતે પાડવામાં આવતો હોય, સ્થાનિક રહેવાસીઓની રજૂઆતના પગલે વોર્ડ નં.પના નગરસેવકે ચીફ ઓફિસરને પત્ર લખી આ પાડતોડ અટકાવવા માગણી કરી છે.

કાલાવડના વોર્ડ નં.પમાં આવેલા ખાટકીની બારી વિસ્તારમાં રાજાશાહી વખતની ગઢની રાંગ આવેલી છે. જૂના વખતના નકશીકામવાળી મોટી બારી પણ ત્યાં મૂકવામાં આવી હતી. આ સ્થળે એક આસામી દ્વારા પાડતોડ શરૃ કરવામાં આવતા સ્થાનિક રહેવાસીઓએ રજૂઆત કરી છે.

આ બાબતની તે વોર્ડના નગરસેવકને જાણ કરાતા તેઓએ સુધરાઈના ચીફ ઓફિસરને પત્ર લખી ગેરકાયદે થતી પાડતોડ અટકાવવા રજૂઆત કરી છે. પુરાતત્ત્વ ખાતા કે  કાલાવડ નગરપાલિકાની આ બાબતે મંજૂરી લેવામાં આવી છે કે કેમ? તેની ચકાસણી કરવા અને જૂના સમયના આ બાંધકામને તોડી પડાતું અટકાવવા નગરસેવકે માગણી કરી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00