પંડયા બ્રધર્સે ધોનીની કારથી પણ મોંઘી કાર ખરીદીઃ તસ્વીરો સોશ્યલ મિડીયા પર થઈ વાઈરલ / ગભરાયેલા પાકિસ્તાને ફરી નૌશેરામાં સીઝફાયરનું કર્યું ઉલ્લંઘનઃ એક જવાન શહીદ /

દ્વારકામાં રઘુવંશી સોશ્યલ ગ્રુપ દ્વારા નોટબુક વિતરણ

દ્વારકા તા. ૧૦ઃ દ્વારકા પંથકમાં વિવિધ સમાજોપયોગી અને રચનાત્મક પ્રવૃત્તિઓથી લોકચાહના પ્રાપ્ત કરનાર શ્રી રઘુવંશી સોશ્યલ ગ્રુપ, શ્રી જલારામ મંદિર, દ્વારકા દ્વારા તાજેતરમાં નોટબુક વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ  કાર્યક્રમમાં સ્થાનીય રઘુવંશી અગ્રણીઓ  સર્વ ઈશ્વરભાઈ ઝાખરીયા, (પ્રમુખ શ્રી શિવગંગા ચેરીટેબલ ટ્રસ્ટ), કે.જી.હિંડોચા, (પ્રમુખ શ્રી રઘુવંશી સોશ્યલ ગ્રુપ, દ્વારકા), તથા ટ્રસ્ટી મંડળના સભ્યોમાં અનિલભાઈ માવાણી ઉપપ્રમુખ, જગદીશભાઈ ઓ. ગોકાણી, ટી.જે.સોમૈયા, ભૂપતભાઈ બથીયા, અશ્વિનભાઈ ગોકાથી તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓને જરૃરિયાત મુજબ નોટબુક-ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા ટ્રસ્ટના ટ્રસ્ટીઓ તથા સ્ટાફના વી.જે.સોમૈયા, કાપડીભાઈ વગેરે કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી. નોટબુક વિતરણમાં મુખ્ય યજમાન અને દાતા પ્રભુદાસભાઈ વી. કોટેચા પરિવાર (જામનગર) ટ્રસ્ટ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. 

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription