જામનગરમાં ગરમી ઘટીઃ મહત્તમ ૩પ.૮ ડીગ્રી

જામનગર તા. ૧રઃ જામનગરમાં છેલ્લા બે દિવસમાં તાપમાનમાં દોઢ ડીગ્રીનો ઘટાડો થતા ગરમીમાં ઘટાડો થયો છે. નગરમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન મહત્તમ તાપમાન ૩પ.૮ ડીગ્રી નોંધાયું હતું.

જામનગર સહિત સમગ્ર હાલાર પંથકમાં વાદળછાંયુ વાતાવરણ જોવા મળે છે તેમજ અરબસાગર પરથી તેજીલા ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે. જામનગરમાં વાદળછાંયા વાતાવરણ અને તેજીલા વાયરાઓના કારણે છેલ્લા બે દિવસમાં મહત્તમ તાપમાનમાં દોઢ ડીગ્રીનો ઘટાડો થયો છે. જેના પગલે જનતાને ગરમીમાંથી રાહત મળી છે.જામનગરમાં આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન લઘુત્તમ તાપમાન ર૮.પ ડીગ્રી અને મહત્તમ તાપમાન ૩પ.૮ ડીગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૬ ટકા રહ્યું હતું તથા પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ રપ થી ૩૦ કિ.મી.ની રહેવા પામી હતી.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit