ન્યૂઝીલેન્ડ પછી બ્રિટનની પાંચ જેટલી મસ્જીદોમાં કરાઈ તોડફોડઃ એન્ટિ ટેરેરીસ્ટ સ્કવોડ દ્વારા કરાઈ તપાસ શરૃ / દિલ્હીમાંથી જૈશના આતંકી સજાદ ખાનની કરાઈ ધરપકડઃ પુલવામાં હુમલાખોરોના હતો સંપર્કમાં / ગ્રીનકાર્ડ મેળવવા માટે ગુજરાતના ર૩૦ જેટલા બિલડર્સ અમેરિકામાં ૮૦૦ કરોડ થી વધુનું કરશે રોકાણ /

ખટિયા પાસેથી બે ચોરાઉ બાઈક સાથે કાયદાથી સંઘર્ષિત કિશોરની અટકાયત

જામનગર તા.૧૧ ઃ લાલપુરના ખટિયા પાસેથી ગઈકાલે મેઘપર પોલીસે બાઈક પર બેસેલા કાયદાથી સંઘર્ષિત એક કિશોરને પકડી પૂછપરછ કરતા શહેરની બે વાહન ચોરીના ભેદ પરથી પરદો ઉંચકાયો છે.

જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર આવેલી મેઘપર પોલીસચોકીના પીએસઆઈ ડી.એસ. વાઢેર તથા સ્ટાફ દ્વારા ગઈકાલે કરવામાં આવતા પેટ્રોલિંગમાં ખટિયા પાટિયા નજીકની એક હોટલ પાસે નંબર પ્લેટ વગરના બાઈક પર બેસેલા એક શખ્સની શંકાસ્પદ હિલચાલ નિહાળી પોલીસ કાફલો ત્યાં ધસી ગયો હતો.

આ શખ્સની પૂછપરછ કરાતા કાયદાથી સંઘર્ષિત કિશોર એવા આ વ્યક્તિએ ગોળ ગોળ જવાબો આપ્યા હતા તેથી વહેમાયેલી પોલીસે તેની અટકાયત કરી પૂછપરછ આરંભતા કાયદાથી સંઘર્ષિત કિશોરે ઉપરોક્ત બાઈક ગઈ તા.૧ના દિને જામનગરના ધરારનગર નજીકના આઠ માળિયા આવાસમાંથી તફડાવ્યાની કબૂલાત આપી હતી.

તે વ્યક્તિની વધુ પૂછપરછ કરાતા તેણે ગયા વર્ષે ખોડિયાર કોલોની પાસે આવેલા ઈલેકટ્રોનિકના એક શો-રૃમ નજીકથી પણ અન્ય બાઈક તફડાવ્યાની અને તે બાઈક ખટિયાની નદીમાં છૂપાવ્યું હોવાની કબૂલાત આપતા પોલીસે જીજે-૧૦-બીએ ૧૧૨૦ તથા જીજે-૧૦-બીએન ૮૮૮૬ નંબરના બન્ને વાહનો શક પડતી મિલકત તરીકે કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઉપરોકત કામગીરીમાં સ્ટાફના એએસઆઈ એસ.એમ. વાઢેર, માંડણભાઈ વસરા, ફૈઝલ ચાવડા, ડી.જે. મોરી, જે.ડી. ઝાલા, વિરેન્દ્રસિંહ, જગદીશ ગાગિયા સાથે રહ્યા હતા.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00