બન્ને દેશોએ ૧૪ કરારો કર્યાઃ ચીન અને નેપાળ કાઠમંડુને તિબેટ સાથે જોડતી રેલવે લાઈન બાંધશે / સુરતમાં કડાકા ભડાકા સાથે વરસાદનું આગમનઃ મકાન પર પડી વીજળી / કાશ્મીરમાં સુરક્ષા બળો આક્રમકઃ ઠાર થયેલા આતંકીનો મૃતદેહનો પરિજનોને નહીં સોંપાય /

જામનગરના સુભાષ પાર્કમાં પરિણીતાએ આયખું ટૂંકાવ્યું

જામનગર તા.૧૩ ઃ જામનગરના સુભાષ પાર્કમાં રહેતા એક ભાનુશાળી પરિણીતાએ ગઈકાલે કોઈ કારણસર ગળાફાંંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી લીધી છે. જ્યારે કલ્યાણપુરના રાવલમાં એક યુવાને ઝેરી દવા પી મોતને મીઠું કર્યું છે. પોલીસે બન્ને બનાવોની તપાસ શરૃ કરી છે.

જામનગરના રણજીતસાગર રોડ પર આવેલા સુભાષ પાર્કમાં રહેતા અનિલભાઈ વિનોદભાઈ ભદ્રા નામના ભાનુશાળી યુવાનના પત્ની અનિતાબેન (ઉ.વ.ર૭)એ ગઈકાલે સવારે ચારેક વાગ્યે પોતાના ઓરડામાં રહેલા પંખામાં ચુંદડી વડે ગાળિયો બનાવી ગળાફાંસો ખાઈ લીધો હતો.

આ બનાવની એકાદ કલાક પછી અનિલભાઈને જાણ થતા તેઓએ અનિતાબેનને નીચે ઉતારી બેશુદ્ધ હાલતમાં જ જી.જી. હોસ્પિટલમાં ખસેડયા હતા જ્યાં ફરજ પરના તબીબે આ મહિલાને મૃત્યુ પામેલા જાહેર કરતા પોલીસને જાણ કરવામાં આવી છે. દોડી આવેલા સિટી-એ ડિવિઝનના પીએસઆઈ વાય.એસ. ગામીતે અનિલભાઈનું નિવેદન નોંધી મૃતદેહને પી.એમ. માટે ખસેડયો છે અને આ પરિણીતાની આત્મહત્યા પાછળનું કારણ જાણવા તપાસ શરૃ કરી છે.

કલ્યાણપુર તાલુકાના રાવલ ગામમાં રહેતા રમેશભાઈ કરશનભાઈ વાઘેલા નામના ચાલીસ વર્ષના યુવકે ગઈ તા.ર૩ની સાંજે પોતાના ઘરે કોઈ અગમ્ય કારણસર ઝેરી દવા પી લીધી હતી. આ યુવાનને બેભાન હાલતમાં સારવાર માટે સ્થાનિક દવાખાને ખસેડવામાં આવ્યા પછી વધુ સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાંં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં તેઓનું મૃત્યુ નિપજ્યાનું જાહેર થયું છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00