જેહાદી પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા વિહિપ- બજરંગદળે કલેક્ટરને આપ્યું આવેદનપત્ર

જામનગર તા.  ૧૨ઃ અલગબવાદી માનસિકતાવાળા ઈસ્લામી સંગઠનોની દેશ વિરોધી અને હિન્દુ વિરોધી ગતિવિધિના કારણે હિન્દુ ધર્મસ્થળો ઉપર હુમલા થઈ રહ્યા છે અને મોબ લીચીંગના બનાવોને મોક સ્વરૃપ આપી રાષ્ટ્રવાદી અને રામ ભક્તોને બદનામ કરવામાં આવી રહ્યું છે. આ મુદ્દે જામનગરમાં બજરંગદળ અને વિશ્વ હિન્દુ પરિષદના નેજા હેઠળ રાષ્ટ્રપતિને ઉદ્દેશીને લખાયેલું આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને પાઠવાયું હતું. નાની બાળકીઓ તથા હિન્દુ બહેને સામે જેહાદીઓની દરીગદી વધતી જતી રહી છે. અને ભારતને શર્મસાર કરી રહી છે. જેહાદી આંતકવાદી અને લવ જેહાદ હોય કે ધરાર ધર્માન્તરની વાતમાં કર્ણાટક, કેરલ અને બંગાળમાં હિન્દુઓ ઉ૫ર હુમલા થઈ રહ્યા છે.

દિલ્હીના ચાંદની ચોકમાં હિન્દુ મંદિર અને ઘરો ઉપર આક્રમણ, સુરત, જયપુર અને રાંચીમાં ભારત વિરોધી હિંસક પ્રદર્શનના બનાવથી હિન્દુઓમાં આક્રોશ ફેલાયો છે. આવા બનાવો ઉપર અંકુશ મુકવો જોઈએ. અને હિન્દુ સમાજ તથા રાષ્ટ્રીય મૂલ્યોની રક્ષા કરવી જોઈએ. તેવી રજુઆત આ આવેદનપત્રમાં કરવામાં આવી છે.

આ વેળાએ વિશ્વ હિન્દુ પરિષદના જામનગર જિલ્લા અધ્યક્ષ ભરત ફલીયા, સુબ્રમણીયમ પીલ્લે, ઉપરાંત સુરેશ ગોંડલીયા, સંદિપસિંહ ચૌહાણ, પ્રવિણસિંહ ગોહિલ, જીજ્ઞેષભાઈ વિમલ જોષી, બ્રીજરાજસિંહ ચૌહાણ વગેરે જોડાયા હતા.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription