આવતીકાલે બંગાળમાં અમિત શાહની રેલી, વિવાદ બાદ માલદામાં હેલીકોપ્ટર ઉતારવાની મળી મંજુરી /જમ્મુ-કાશ્મીર બડગામમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણઃ ૩ આતંકીઓ કરાયા ઠાર / કાશ્મીરમાં-હીમાચલમાં બરફવર્ષાઃ એમ.પી.ના નીમચ ગામમાં પડયા કરાઃ જેસલમેરમાં વરસાદઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાના અમુક ગામોમાં પણ કમોસમી સરવાદથી જીરૃ સહિતના વાવેતરમાં નુકશાનીની આશંકા / અમેરીકાનો સોમાલિયામાં હવાઈ હુમલોઃ શબાબના બાવન જેટલા આતંકીયોના સફાયો /

જામનગરમાં તરૃણનું બેભાન બન્યા પછી મૃત્યુઃ લોહાણા પરિવાર સ્તબ્ધ

જામનગર તા.૧૧ ઃ જામનગરના શરૃ સેકશન રોડ પર રહેતો એક તરૃણ ગઈકાલે અચાનક બેશુદ્ધ બની ગયા પછી તેના હોઠ કાળા પડી જતાં સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેને તબીબોએ મૃત્યુ પામેલો જાહેર કર્યાે છે.

જામનગરના શરૃ સેકશન રોડ પર આવેલા અપૂર્વ રેસીડેન્સી નામના એપાર્ટમેન્ટમાં પાંચમા માળે વસવાટ કરતા જયેશભાઈ શશીકાંતભાઈ ખગ્રામ નામના લોહાણા પ્રૌઢનો ચૌદ વર્ષનો પુત્ર શ્લોક ગઈકાલે સવારે પોતાના ઘરે હતો ત્યારે માતાએ તેને ચીજવસ્તુ લેવા માટે નીચે મોકલ્યા પછી શ્લોક તે વસ્તુ લઈ ઉપર આવ્યો હતો ત્યાર પછી તે તરૃણ પોતાના ઓરડામાં આરામ કરવા માટે જતો રહ્યો હતો જેને બપોરે સાડા બારેક વાગ્યે માતાએ જમવા માટે બોલાવતા શ્લોક તેના ઓરડામાં બેભાન જેવી હાલતમાં અને તેના હોઠ કાળાશ પડતા થઈ ગયેલા જોવા મળતા માતાએ જયેશભાઈને જાણ કરી હતી ત્યાર પછી શ્લોકને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેને ફરજ પરના તબીબોએ મૃત્યુ પામેલો જાહેર કરતા અરેરાટી પ્રસરી છે.

ઉપરોક્ત બનાવની જાણ કરાતા જી.જી. હોસ્પિટલ પોલીસચોકીના ઈન્ચાર્જ મગનભાઈ ચનિયારા દોડી આવ્યા હતા. તેઓએ જયેશભાઈનું નિવેદન નોંધી મૃતદેહને પી.એમ. માટે મોકલ્યો છે.

વધુમાં જાણવા મળ્યા મુજબ એકાઉન્ટન્ટ તરીકે કામ કરતા જયેશભાઈનો પુત્ર શ્લોક સત્યસાઈ સ્કૂલમાં અંગ્રેજી મીડિયમમાં અભ્યાસ કરતો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00