જામનગર જિલ્લાને લીલા દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા માંગણી

જામનગર તા. ૯ઃ જામનગર જિલ્લામાં ૧૮૭ ટકા અને જોડિયા પંથકમાં ર૩૮ ટકા વરસાદ થયો હોય, લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ રજૂઆત અને માંગણી કરવામાં આવી છે.

ગુજરાત પ્રદેશ કિશાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલીયાની આગેવાની હેઠળ આજે કોંગ્રેસ આગેવાનો દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી કે, જામનગર જિલ્લામાં ૧૮૭ ટકા વરસાદ થયો છે. તો જોડિયા તાલુકામાં ર૩૮ ટકા વરસાદ થયો છે.

વર્ષ-ર૦૧૬ ના કેન્દ્ર સરકારના અછત, અતિવૃષ્ટિના મેન્યુઅલ મુજબ લીલા દુષ્કાળની હરયાલી સરકારમાં મોકલી જિલ્લાને લીલા દુષ્કાળગ્રસ્ત જાહેર કરવો જોઈએ. ઉપરાંત કમોસમી વરસાદના કારણે ખેડૂતોના ઉભા પાકને નુકસાન થયું હતું.  એસડીઆરએફની જોગવાઈઓ અને પ્રધાનમંત્રી પાક વિમા યોજનાની જોગવાઈ મુજબ જે સર્વે ચાલી રહ્યું છે તે નિયમોનુસાર થતું નથી.

સરકારના પરિપત્ર મુજબ તાલુકા કક્ષાની સમિતિ દ્વારા સર્વે કરવાની જોગવાઈ છે. પરંતુ મુરીલા ગામમાં સર્વેમાં અનેક ક્ષતિ જોવા મળી હતી. નુકસાનની ઓછી આકરણી કરવામાં આવી હતી. ખોટા બહાના કાઢી વિમા અરજી રદ કરવામાં આવે છે.

આમ આ જિલ્લાને લીલા દુષ્કાળગ્રસ્ત જાહેર કરવો જોઈએ. આ આવેદનપત્ર પાઠવતા સમયે પાલભાઈ આંબલીયા સાથે જે.ટી.પટેલ, જીવણભાઈ કુંભરવડીયા વગેરે જોડાયા હતા.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit