નર્મદા ડેમની જળ સપાટી ૧૨ કલાકમાં ૩ર સેન્ટિમીટર વધીને ૧૧૧.૩૦ સે.મી. થઈ / અમદાવાદમાં ચાર ઈંચ વરસાદઃ વેજલપુરમાં સૌથી વધુ સાડા પાંચ ઈંચ વરસાદ પડયોઃ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ધીમીધારે મેઘરાજાનું આગમનઃ જસદણ-વિંછીયા પંથકમાં ત્રણ ઈંચ પાણી પડયું / કેરળમાં પુરનો પ્રકોપ યથાવતઃ ૧૬૭ લોકોએ ગુમાવ્યા જીવઃ હજુ પણ રેડ એલર્ટ જાહેર / બે મહાપુરૃષો વચ્ચે ગજબનો યોગાનુયોગઃ પ્રમુખ સ્વામી મહારાજ અને અટલજીના એક જ દિવસે અંતિમ સંસ્કાર /

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ-કન્યા કેળવણી કાર્યક્રમ

ખંભાળીયા તા. ૧૩ઃ દેવભૂમ દ્વારકા જિલ્લામાં તા. ૧૪ અને ૧પ જૂનના ગ્રામ્ય અને રર અને ર૩ જૂનના શહેરી વિસ્તારમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી કાર્યક્રમો યોજનાર છે. જે અન્વયે કલેક્ટર જે.આર. ડોડીયાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં કલેક્ટર જે.આર. ડોડીયાએ જણાવ્યું છે કે, શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણ કાર્યક્રમ તા. ૧૪ અને ૧પ જૂને ગ્રામ્ય વિસ્તાર અને રર અને ર૩ જૂને શહેરી વિસ્તારમાં યોજાશે. આ કાર્યક્રમમાં રાજ્યકક્ષાએથીી અધિકારી/પદાધિકારીઓ પણ જોડાશે. તમામ સરકારી ગ્રાન્ટેડ માધ્યમિક/પ્રાથમિક શાળાઓમાં ૧૦૦ ટકા પ્રવેશોત્સવનું આયોજન થાય તેવી વ્યવસ્થા કરવા કલેક્ટર ડોડીયાએ જણાવ્યું હતું.

આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર વ્યાસ, ખંભાળીયા નગરપાલિકાના પ્રમુખ શૈલેષભાઈ કણઝારીયા, જિલ્લા શિક્ષણાધિકારી ડુમરાણીયા, પ્રાથમિક શિક્ષણ અધિકારી વાઢેર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી વિઠલાણી તેમજ સંબંધિત કચેરીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00