ન્યૂઝીલેન્ડ પછી બ્રિટનની પાંચ જેટલી મસ્જીદોમાં કરાઈ તોડફોડઃ એન્ટિ ટેરેરીસ્ટ સ્કવોડ દ્વારા કરાઈ તપાસ શરૃ / દિલ્હીમાંથી જૈશના આતંકી સજાદ ખાનની કરાઈ ધરપકડઃ પુલવામાં હુમલાખોરોના હતો સંપર્કમાં / ગ્રીનકાર્ડ મેળવવા માટે ગુજરાતના ર૩૦ જેટલા બિલડર્સ અમેરિકામાં ૮૦૦ કરોડ થી વધુનું કરશે રોકાણ /

ધ્રોલના લતીપર પાસે શ્રમિકને બાઈકને ઠોકરઃ ધ્રાફા નજીક બે યુવાનોને ટ્રેકટરની ટક્કર

જામનગર તા.૧૧ ઃ ધ્રોલના લતીપર પાસે એક શ્રમિકને એક બાઈકે ઠોકર મારતા તેમનો પગ ભાંગી ગયો છે. જ્યારે આંબરડીના પાટિયા પાસે ટ્રેકટરે બાઈકને ઠોકર મારી બેને ઘાયલ કરી નાખ્યા છે. ઉપરાંત ધ્રોલ પાસે એક બાઈકને જીપે ઠોકર મારી ફંગોળતા નગરના યુવાનને ઈજા થઈ છે.

ધ્રોલ તાલુકાના લતીપર ગામના હેમતભાઈ પાંચાભાઈ રામાણીની વાડીમાં કામ કરતા શ્રમિક લખમણભાઈ દલસુખભાઈ બારીયા ગયા બુધવારે ચાલીને જતાં થા હતા ત્યારે તેઓને જીજે-૧૦-એએચ ૬૩૫૦ નંબરની બાઈકના ચાલકે ઠોકર મારી પછાડતા લખમણભાઈનો પગ ભાંગી ગયો છે. પોલીસે હેમતભાઈની ફરિયાદ પરથી ગુન્હો નોંધ્યો છે.

લાલપુર તાલુકાના આંબરડીના પાટિયા પાસેથી ગયા બુધવારે રાત્રે જામનગરના ખોડિયાર કોલોનીમાં રહેતા પ્રકાશ ગોરધનભાઈ પાટડિયા પોતાના બાઈક પર પસાર થયા ત્યારે ત્યાંથી પૂરઝડપે નીળકેલા એક ટ્રેકટરે મોટરસાયકલને ઠોકર મરતા પ્રકાશભાઈને ફ્રેકચર થયું છે. જ્યારે પાછળ બેસેલા અન્ય વ્યક્તિને ઈજા થઈ છે.

જામનગરના નવાગામ ઘેડમાં આવેલી માસ્તર સોસાયટીમાં રહેતા રાજેન્દ્રસિંહ જયરાજસિંહ જાડેજા (ઉ.વ.ર૪) શુક્રવારે બપોરે પોતાના બાઈક પર ધ્રોલ નજીકના વાંકિયા ગામ પાસેથી પસાર થયા ત્યારે જીજે-૩૬-ટી ૩૮૩૮ નંબરની બોલેરો જીપે તેઓને ઠોકર મારતા ફ્રેકચર સહિતની ઈજા પામેલા રાજેન્દ્રસિંહએ શનિવારે ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00