પર્રિકરના અંતિમ દર્શન માટે વડાપ્રધાન મોદી પહોંચ્યા ગોવા /  સુરતના વેડરોડ પર આવેલા એક બિલ્ડીંગમાં લાગી ભયાનક આગઃ આખુ બિલ્ડીંગ ખાલી કરાવાયું / ઝિમ્બાબ્વે, મલાવી અને મોઝામ્બિકમાં ત્રાટક્યું ઈડાઈ નામનું વાવાઝોડુંઃ ૧પ૦ના મૃત્યુઃ સેંકડો લોકો લાપત્તા

સરકારના સેમ્પલ સર્વે દરમ્યાન જમીન માપણીમાં ૧૦૦ ટકા ભૂલો ખૂલી

ખંભાળીયા તા. ૧૨ઃ ગુજરાત રાજ્યમાં જમીન માપણીમાં ખાનગી કંપનીએ કરેલી ગંભીર ક્ષતિઓ ખૂલવા પામી છે. ખુદ રાજ્ય સરકારે ગુજરાતના ૧૮૦૪૭ ગામોમાંથી બે ગામોને સેમ્પલ ટેસ્ટ તરીકે સ્વીકારી સરકારના જ લોકલ સર્વેયરો દ્વારા જમીન માપણી કરવામાં આવતા ખાનગી કંપનીએ અપાયેલા રીપોર્ટમાં એકસો ટકા ભૂલો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આથી ખેડૂત હિત રક્ષક સમિતિએ સમગ્ર રાજ્યમાં આ ખાનગી કંપનીએ કરેલી માપણી ખોટી કરી છે અને ખરાબ રેકર્ડ-અહેવાલ સરકારમાં જમા કરાવ્યો હોવાનો રોષ વ્યક્ત કર્યો છે.

વર્ષ ૨૦૦૯-૧૦થી પોતાની જમીનના રેકર્ડસને ડીજીટલાઈઝ કરવા ગુજરાતના ૧૮૦૪૭ ગામોના અંદાજે સવા કરોડથી વધારે સર્વે નંબરોની જમીન માપણીની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે માટે જામનગર - દેવભૂમિ દ્વારકા જિલ્લાને પાઈલોટ પ્રોજેક્ટ તરીકે સ્વીકારી હૈદ્રાબાદની આઈઆઈસી ટેકનોલોજી નામની ખાનગી કંપનીને કોન્ટ્રાક્ટર આપવામાં આવ્યો હતો. આ કંપનીએ ઓફિસમાં બેસીને જ લોટમાં લીટા તાણવા જેવી કામગીરી કરી હતી. પરિણામે જમીન માપણીમાં ૧૦૦ ટકા ભૂલો થઈ હતી. જેથી ખેડૂત હિતરક્ષક સમિતિ દ્વારા છેલ્લા પાંચ વરસથી ખાનગી કંપનીએ કરેલ જમીન માપણી રદ્દ કરી નવેસરથી જમીન માપણી કરવા લડત ચલાવવામાં આવી રહી છે. જેના કારણે સરકારે પ૮૧૪ ગામોમાં માપણીની કામગીરી રોકી દીધી છે. ૧રરર૦ ગામોમાં પ્રમોલગેશન થઈ ગયું છે, ત્યાં માત્ર વાંધા અરજી માંગવાની નીતિ સરકારે અપનાવી છે.

આવી સરકારી નીતિ-રીતિ સામે સમિતિના પાલભાઈ આંબલીયા, ગિરધરભાઈ વાઘેલા તથા ટીમે લડતને વધુ ઉગ્ર બનાવી છે. પરિણામે સરકારે ફરીથી પીપર અને સામોર ગામની પસંદગી કરી સરકારના લોકલ સર્વેયરો દ્વારા જમીન માપણી કરાવતા સરકારના સર્વેયરોના રીપોર્ટની સરખામણીમાં ખાનગી કંપનીના રિપોર્ટમાં ૧૦૦ ટકા ક્ષતિઓ હોવાનું ખૂલવા પામ્યું છે.

પીપર ગામમાં કુલ ૧૦૯૪ સર્વે નંબર છે જે તમામ સર્વે નંબરના નકશામાં આકૃતિની ભૂલો આવી છે, જે ૧૦૦ ટકા ભૂલો છે. પીપર ગામમાં ૧૦૯૪ સર્વે નંબર પૈકી પ૪૪ સર્વે નંબરમાં કબજા ફેર થઈ ગયો છે. જે ૪૯.૭ર ટકા ભૂલો છે. જેના આધારે માપણી કરવાની હતી તેવા રેફરન્સ પોઈન્ટ (ગ્રીડના પથ્થર, ટર્સરી પોઈન્ટ, જીસીએન પોઈન્ટ) આ ગામમાં ૩૭ ખોડવાના હતાં તે પૈકી એક પણ પથ્થર ખોડવામાં આવ્યો નથી જે ૧૦૦ ટકા ભૂલો છે. પીપર ગામમાં ટોપોલોજીકલ ફીચર એટલે કે, બોર, કૂવા, મકાન, વૃક્ષ વગેરે કંપનીએ બનાવેલ ગામના નકશામાં માત્ર રર દર્શાવ્યા છે. જ્યારે લોકલ સર્વેયરોના મત મુજબ ૧ર૬૭ હોવા જોઈએ જે દર્શાવવામાં આવ્યા નથી.

માપણી કરતી કંપનીના મત મુજબ એકપણ સરકારી જમીનમાં દબાણ કરવામાં નથી આવ્યું જ્યારે લોકલ સર્વેયરોએ કરેલ માપણી મુજબ ર૧૪ સરકારી જમીન પર દબાણો આવેલા છે.

રિપોર્ટમાં વધુ જણાવવામાં આવ્યું છે કે, એકપણ કિસ્સામાં એજન્સીએ તૈયાર કરેલ રેકર્ડ ખરૃં માલુમ પડેલ નથી. એજન્સી દ્વારા તૈયાર કરેલ રેકર્ડની ચકાસણી કરતા માલુમ પડે છે કે ક્ષતિયુક્ત રેકર્ડ તૈયાર થયું છે. ભૂલ ભરેલા રેકર્ડના કારણે ભવિષ્યમાં વાદ-વિવાદ વધશે જેના કારણે કાયદો અને વ્યવસ્થાની ગંભીર પરિસ્થિતિ ઉપસ્થિત થવાની પૂરેપૂરી શક્યતાઓ છે.

સામોર ગામમાં કુલ ૭પ૦ જેટલા સર્વે નંબર છે જેમાંથી ૬૩૬ સર્વે નંબરની હદ/કબજામાં માપણીની ક્ષતિઓ જણાયેલ છે. પ૩પ સર્વે નંબરમાં ક્ષેત્રફળમાં તફાવત આવે છે. પાયાનો પથ્થર એક જ મળ્યો છે જે આર.પી.એફ.ના નિયમોનુસાર ન હોવાનું સાબિત થયું છે.

સેમ્પલ ટેસ્ટમાં સામોર ગામની પસંદગી થયા પછી લોકલ સર્વેયરોની અલગ-અલગ ચાર ટીમોએ સામોર ગામમાં સાત દિવસ સુધી સતત ફરીથી જમીન માપણીની કામગીરી કરી ત્યારે કામગીરી પૂરી થઈ છે. જ્યારે જે તે એજન્સીએ ર૦-૦પ-ર૦૧૧ ના એક જ દિવસમાં આખા ગામની માપણીની કામગીરી પૂરી કરી હોવાનું આ રિપોર્ટમાં ઓન પેપર સાબિત થયું છે, એક જ દિવસમાં માપણીની કામગીરી પૂર્ણ કરવાનું કોઈપણ રીતે શક્ય જ નથી.

એજન્સીએ કોઈ ગ્રામસભા કેરલ હોય તેવો આધાર-પુરાવો મળ્યો નથી. ખેડૂતોની હાજરીમાં માપણી, એલ.પી.એમ.ની વહેંચણી, ખેડૂતોને નોટીસ, વાંધા નિકાલ રજીસ્ટર બધી જ બાબતોમાં કંપની નિષ્ફળ રહી હોવાનું બહાર આવ્યું છે.

આમ બન્ને ગામના રિપોર્ટમાં અનેકગણી ભૂલો સામે આવી છે. "ખેડૂત હિત રક્ષક સમિતિ હંમેશાં દાવો કરતી આવી છે કે, જમીન માપણી ૧૦૦ ટકા ભૂલ ભરેલી છે તે આ રિપોર્ટમાં સાબિત થયું છે. બન્ને ગામ સરકારે પસંદ કર્યા હતાં અને સેમ્પલ તરીકે સ્વીકારી આ બન્ને ગામની આખેઆખી ફરીથી માપણી સરકારી સર્વેયરોએ એસ.એલ.આર. અથવા ડી.આઈ.એલ.આર.ની ઉપસ્થિતિમાં જ કરી રિપોર્ટ સરકારમાં જમા કરાવેલ છે ત્યારે સરકાર પોતે સ્વીકારી રહી છે કે, હા જમીન માપણીમાં ૧૦૦ ટકા ભૂલો છે. તો હવે સરકારે ખેડૂતો પાસેથી વાંધા અરજીઓ મંગાવી, વાંધા નિકાલના નાટકો બંધ કરી, ખેડૂતોને હેરાન કરવાની જગ્યાએ આ જમીન માપણી વહેંચવામાં વહેલી તકે રદ્દ કરી ફરીથી માપણી કરવી જોઈએ જ્યાં સુધી ફરીથી માપણી કરી એના રેકર્ડ તૈયાર ન થાય ત્યાં સુધી વર્ષોથી ચાલતા આવતા આપણાં જુના રેકર્ડને માન્યતા આપવી જોઈએ. આ કંપનીએ ખોટા તૈયાર કરેલા રેકર્ડને રદ્દ કરી દેવા જોઈએ. સાથે-સાથે આ ખાનગી કંપનીઓને ગુજરાતમાંથી બ્લેક લીસ્ટેડ કરી તેની સામે નાણાંની ઉચાપત, ખોટા સરકારી દસ્તાવેજો તૈયાર કરવા, સરકારી રેકર્ડ બગાડવા વગેરે બાબતે ફોજદારી રાહે કાર્યવાહી કરવી જોઈએ અને ગુજરાતના ૧ કરોડ રપ લાખ સર્વે નંબર ધારક એવા ગુજરાતના પ૪ લાખ ખેડૂત પરિવારોને સંતોષ અને ન્યાય મળે તેવી કાર્યવાહી કરવા માંગણી કરવામાં આવી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00