ઈસરોએ કર્યાે ખુલાસોઃ ચંદ્રયાન-રના વિક્રમ લેન્ડરને કોઈનુકશાન નહીં તેની સાથે સંપર્ક કરવા માટેના પ્રયાસો ચાલુ / જુનાગઢના રૃદ્રેશ્વર જાગીરના મહંત ઈન્દ્રભારતી બાપુએ કહ્યું મોરારીબાપુ અમારા બાપ છેઃ એ માફી માંગશે પણ નહીં ને અમે માંગવા પણ નહીં દઈએ / જાપાનમાં આવ્યું ફેક્સાઈ વાવાઝોડુંઃ ૨૧૬ કિ.મી.ની ઝડપે ફૂંકાયો પવનઃ ૧૦૦ થી વધુ ફ્લાઈટો કરાઈ રદ /

દ્વારકા જિલ્લામાં ચાર વ્યક્તિઓ એકઠા થવા પર પ્રતિબંધ

દેવભૂમિ દ્વારકા તા. ૧૪ઃ લોકસભા સામાન્ય ચૂંટણી-ર૦૧૯ અંતર્ગત ૧ર જામનગર સંસદીય મતવિભાગમાં સમાવિષ્ટ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ૮૧-ખંભાળિયા મતદાર વિભાગ તથા ૯ર-દ્વારકા મતદાર વિભાગનું મતદાન તા. ર૩.૪.ર૦૧૯ ના થનાર છે. ભારતના ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી યોજવા અંગેની જાહેરાત તા. ૧૦.૩.ર૦૧૯ ના કરવામાં આવી છે. આ તારીખથી આદર્શ આચારસંહિતા લાગુ પડેલી છે.

આ ચૂંટણી દરમિયાન સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા મતદારો પોતાનો મત મુક્ત અને નિર્ભય રીતે આપી શકે તેમજ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા માટે જરૃરી શાંતિમય વાતાવરણમાં યોજાય તથા વિક્ષેપો ઊભા થાય નહિં અને ચૂંટણીના સરળ સંચાલન માટે જાહેર સુલેહશાંતિનો ભંગ થતો અટકાવવો અત્યંત જરૃરી જણાતો હોય, ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩(૧૯૭૪ નો ર-જો અધિનિયમ) ની કલમ-૧૪૪ મુજબના તા. ર૭.પ.ર૦૧૯ સુધી અધિકૃત અને સક્ષમ અધિકારી પાસેથી પૂર્વ પરવાનગી મેળવ્યા સિવાય અપવાદોને બાદ કરતા ચાર કરતા વધુ વ્યક્તિઓએ એકત્રિત થવું નહીં અથવા સભા ભરવી નહિં કે કોઈ સરઘસ કાઢવું નહીં. અમદાવાદમાં ફરજ ઉપર હોય તેવી ગૃહ રક્ષક દળની વ્યક્તિને, કોઈ લગ્નના વરઘોડોને, સરકારી નોકરીમાં અથવા રોજગારમાં હોય તે વ્યક્તિએ  કોઈ સ્મશાન યાત્રાને આ નિયમ લાગુ પડશે નહિં. આ જાહેરનામું લોકસભા સામાન્ય ચૂંટણી-ર૦૧૯ ની સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription