શંકર ટેકરી વિસ્તારમાંથી જુગાર-દારૃનું દૂષણ દૂર કરવા ઉચ્ચ કક્ષાએ રજૂઆત

જામનગર તા. ૧૩ઃ જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાં પાણીના ટાંકા  પાસે કુખ્યાત શખ્સો દ્વારા જુગારની ક્લબો ચલાવવામાં આવતી હોવાની તેમજ શંકર ટેકરી પાસે આવેલા સુભાષપરા-ર મા દારૃનો વેપાર થતો હોવાની ફરિયાદો અવારનવાર ઊઠતી રહે છે.

આ વિસ્તારોમાં ફેલાયેલા જુગાર અને દારૃના દૂષણને કારણે સ્થાનિકોમાં ભય સાથે આક્રોશ પણ છે. આ મુદ્દે તપાસ કરી કડક કાર્યવાહી કરવા તેમજ ગેરકાયદે પ્રવૃત્તિઓ બંધ કરાવવા સ્થાનિકો દ્વારા રાજ્યના ગૃહમંત્રી, રાજકોટ રેન્જ આઈ.જી. તથા જિલ્લા પોલીસ વડા સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.

close
Nobat Subscription