ખંભાળીયામાં ધો. ૧૦-૧૨ની પૂરક પરીક્ષાનો શાંતિપૂર્ણ પ્રારંભ

ખંભાળીયા તા. ૧૨ઃ ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-૧૯ની પરીક્ષામાં ૧-૨ વિષયમાં નાપાસ થયેલા ધો. ૧૦-૧૨ના છાત્રોની પૂરક પરીક્ષા યોજવામાં આવી હતી. જેમાં ગઈકાલે ખંભાળીયામાં દ્વારકા જિલ્લાની પરીક્ષાનો શાંતિપૂર્ણ પ્રારંભ થયો હતો.

સમગ્ર જિલ્લાના તમામ તાલુકાના છાત્રોની પરીક્ષા ખંભાળીયામાં રાખવામાં આવી છે. પ્રથમ દિવસે ધો. ૧૨માં સાયન્સમાં ૩૭ વિદ્યાર્થીઓ તથા ધો. ૧૦માં ૩૦૦ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આજે પણ શાંતિપૂર્ણ રીતે પરીક્ષા ચાલુ થઈ છે.

ધો. ૧૦ તથા ધો. ૧૨ સાયન્સમાં બે-બે વિષય તથા ધો. ૧૨ સામાન્ય પ્રવાહમાં એક એક વિષયની પરીક્ષા આપી શકાય છે.

ઝોનલ અધિકારીઓ તરીકે શ્રી વિમલભાઈ કિરતસાતા તથા ગોપાલભાઈ નકુમ તથા કંટ્રોલરૃમમાં એસ.કે.ઘેડીયા છે. જિ.શિ.શ્રી એચ.આર. ચાવડા દ્વારા પરીક્ષા સ્થળોની મુલાકાત લેવાઈ હતી તથા જિ. કલેક્ટરશ્રી ડો. નરેન્દ્રકુમાર મીનાના માર્ગદર્શન હેઠળ ચુસ્ત પોલીસ વ્યવસ્થા તથા સમગ્ર કેન્દ્રો પર સી.સી.ટી.વી. સાથે શાંતિપૂર્ણ રીતે પરીક્ષા ચાલી રહી છે. ૧૪-૭-૧૯ના રવિવારે આ પરીક્ષા પૂર્ણ થશે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit