ગીરના જંગલમાં ૧૧ દિવસમાં નિપજયાં ૧૧ સિંહોના મૃત્યુઃ કુદરતી રીતે થયા છે કે શું તેના માટે ઉચ્ચ અધિકારીઓ દ્વારા હાથ ધરાઈ તપાસ / જમ્મુ-કાશ્મીરમાં ૩ પોલીસ કર્મીને રાજીનામા આપવા માટે આપ્યો હતો સમયઃ ના આપ્યા તો નિપજાવી હત્યાંઃ આ હત્યામાં આતંકી નાઈફૂની સંડોવાણી ? / ભાવનગરમાં સ્વાઈનફૂલના કારણે છેલ્લા ર૪ કલાકમાં ૩ લોકોના નિપજયાં મૃત્યુઃ પ લોકો સારવાર હેઠળ / સુરતના નગરસેવકોને આવી દિવાળીઃ વેતનમાં કરાયો ૩પ૦ ટકાનો ધરખમ વધારો / શીંજો આબે એલડીપી પક્ષના વડા ચૂંટાતા જાપનના વડાપ્રધાન પદ માટે રહેશે ચાલુ / ફિલીપાઈન્સમાં ભૂસ્ખલનઃ ૧૮ વ્યક્તિઓના મૃત્યુઃ અનેક ઘરો થયા જમીનદોસ્ત

જામનગર તથા કાલાવડમાંથી નશાની હાલતમાં વાહન ચલાવતા બે ઝડપાયા

જામનગર તા.૧૬ ઃ જામનગરના વાલસુરા રોડ પરથી તેમજ કાલાવડમાંથી બે શખ્સ નશાની હાલતમાં વાહન ચલાવતા પકડાઈ ગયા છે.

જામનગરના વાલસુરા રોડ પર આવેલા એસએસબી ગેઈટ પાસેથી ગઈકાલે રાત્રે પસાર થયેલા જીજે-૧૦-સીએલ ૮૫૫૬ નંબરના મોરટસાયકલને પેટ્રોલિંગમાં રહેલા પોલીસ કાફલાએ શકના આધારે રોકાવી તેના ચાલક નાનભા ઉમરસિંહ ચુડાસમાની તલાશી લેતા આ શખ્સ નશાની હાલતમાં જણાઈ આવ્યો હતો. પોલીસે આ શખ્સની ધરપકડ કરી છે.

કાલાવડ શહેરમાંથી ગઈકાલે સાંજે મોટરસાયકલ જીજે-૧૦-બીએલ ૪૪૨૭ પર પસાર થતા અશોક મનજીભાઈ રાકસિયા નામના શખ્સની તલાશી લેવાતા પોલીસને આ શખ્સ નશાની હાલતમાં હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે તેની પણ ધરપકડ કરી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00