દિલીપસિંહનો નશ્વરદેહ ગુજરાતમાં લવાયોઃ એરપોર્ટ પર શ્રદ્ધાંજલિ

અમદાવાદ તા. ૧૨ઃ જમ્મુ-કાશ્મીરમાં શહીદ થયેલ ગુજરાતી જવાન દિલીપસિંહનો નશ્વરદેહ ગુજરાતમાં લવાયો, ત્યારે અમદાવાદના એરપોર્ટ પર તેમને શ્રદ્ધાંજલિ અપાઈ હતી.

જમ્મુ કાશ્મીરના અખનૂર સેક્ટરમાં શહીદ થયેલા ભાવનગરના દિલીપસિંહ ડોડીયાના નશ્વરદેહને અમદાવાદ એરપોર્ટ પર લવાયો છે. અહીં શહીદ દિલીપસિંહના પરિવારજનો અને રાજકારણીઓ ઉપસ્થિત રહ્યાં હતા. એરપોર્ટ પર આવેલા શહીદના નશ્વરદેહને તિરંગામાં લપેટવામાં આવ્યો અને અહીં શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. જેમાં ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

તેમનો પરિવાર હાલ કાશ્મીરમાં સ્થાયી છે. હાલ તેમના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ભાવનગરના દિલીપસિંહ ડોડીયા જમ્મુ કાશ્મીરના અખનૂર સેક્ટરમાં શહીદ થયા હતા. તેઓ વલ્લભીપુરના કાનપર ગામના રહેવાસી હતા.

આ મામલે પ્રાપ્ત માહિતી અનુસાર, જમ્મુ કાશ્મીરના અખનૂર સેક્ટરમાં દિલીપસિંહ ડોડીયા આર્મીના જવાનો સાથે પેટ્રોલિંગ કરી રહ્યાં હતા. દરમિયાન તેમની વાન કોઈક કારણોસર પલટી ખાઈ ગઈ હતી. જેના કારણે દિલીપસિંહ ડોડીયાને ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારબાદ તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં સારવાર દરમિયાન જ તેમનું મોત નીપજ્યું હતું.

તમને જણાવી દઈએ કે, શહીદ દિલીપભાઈ ડોડીયાનો પરિવાર કાશ્મીરમાં જ રહે છે. અને તેમને ત્રણ બહેનો છે. દિલીપસિંહ ડોડીયા સૌથી નાના ભાઈ હતા. તેઓ પત્ની અને બે વર્ષની બાળકી સાથે જમ્મુ કાશ્મીરમાં રહેતા હતા. પરિવારના માથા પરથી છત્રછાયા અચાનક જતી રહેતા પરિવાર દુઃખમાં સરી પડ્યો છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit