જામનગરમાં ઠંડીનો ચમકારોઃ મહત્તમ ૩૦.૮ ડિગ્રી

જામનગર તા. ૮ઃ જામનગરમાં પવનની ગતિમાં થયેલા વધારાના પગલે ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. નગરમાં આજે સવારે પૂરા થતા ચોવીસ કલાક દરમ્યાન આંશિક ઘટાડા સાથે મહત્તમ તાપમાન ૩૦.૮ ડિગ્રી નોંધાયું હતું.

જામનગરમાં પવનની ગતિમાં વધારો થયો છે. નગરમાં છેલ્લા ચોવીસ કલાક દરમ્યાન પવનની ગતિ પ્રતિ કલાકની સરેરાશ ૧૫ થી ૨૦ કિમીની રહેવા પામી હતી. જેના પગલે ગઈકાલે સાંજે સામાન્ય દિવસ કરતા વધારે ઠંડી અનુભવાઈ હતી જ્યારે આજે સવારે ૭ વાગ્યાથી ઠંડા પવનો શરૃ થતા નગરજનોએ ઠંડીના ચમકારાનો અનુભવ  કર્યો હતો.

જામનગરમાં આજે સવારે પૂરા થતા ચોવીસ કલાક દરમ્યાન લઘુતમ તાપમાન ૨૩.૨ ડિગ્રી અને આંશીક ઘટાડા સાથે મહત્તમ તાપમાન ૩૦.૮ ડિગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૦ ટકા રહ્યું હતું.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit