દેશના પ્રથમ નાગરિક રામનાથ કોવિંદે લીધી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતઃ કેવડીયામાં ઈકો ઝોન હોવાથી ભારતનું પ્રથમ ઈકો ફ્રેન્ડલી ગ્રીન બિલ્ડીંગ બનશેઃ / પાક હાઈકમિશનમાંથી ર૩ શીખ તીર્થયાત્રીઓના પાસપોર્ટ ગાયબઃ ભારત ચિંતીતઃ એલર્ટ જારી /

જામખંભાળિયામાં ટ્રાફિક ઝુંબેશઃ સગીર બાળકો દ્વારા ચલાવાતા આઠ વાહનો ડીટેઈન

ખંભાળિયા તા. ૧૦ઃ દ્વારકા જિ.પો. વડા રોહન આનંદના માર્ગદર્શન હેઠળ એ.એસ.પી. પ્રશાંતકુમાર દ્વારા ખંભાળિયામાં સગીર વયના બાળકો દ્વારા ચલાવાતા વાહનો સામે ઝુંબેશ હાથ ધરી હતી. જેમાં નવનિયુક્ત પો.સ.ઈ. અરવિંદસિંહ જાડેજા પણ જોડાયા હતાં.

ખંભાળિયામાં નગરગેઈટ વિસ્તારમાં ખાસ ઝુંબેશ કરીને વગર લાયસન્સે વાહનો ચલાવતા આઠ બાળકોને વાહનો સાથે પકડીને ર૦૭ મુજબ વાહનોને ડીટેઈન કર્યા હતાં. આ બાળકોના વાલીઓને બોલાવીને ફરી આ બાળકો વાહન સાથે ન નીકળે તે માટે આકરી કાર્યવાહી હાથ ધરી હતી.

પો.સ.ઈ. જાડેજાએ જણાવ્યું હતું કે પોલીસ તંત્ર દ્વારા શાળાઓને વાહન લાયન્સન વગર બાળકો ના લાગે તે જોવા પરિપત્ર કર્યો છતાં પણ હજુ નાના બાળકો ગાડીઓ લઈને બેફામ જતા હોય, પોલીસ તંત્ર દ્વારા આ અંગે કડક પગલાં લેવામાં આવશે. જરૃર પડ્યે શાળાઓની પાસે જ પોલીસને ચેકીંગ માટે મૂકીને પગલાં લેવા જેવી કડક કાર્યવાહીથી બાળકો વાહનો સાથે ન નીકળે તેવા પગલાં લેવાશે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00