ગાંધીનગરઃ છત્રાલની બેંકમાં ફાયરિંગઃ ત્રણ શખ્સોએ ચલાવી લૂંટઃ એકાદ કરોડ રૃપિયા લૂંટાયા હોવાની શક્યતા / પ્રધાનમંત્રી મોદીએ આપી ફરી ચેતવણીઃ છુપાઈ નહીં શકે પુલવામાના ગુનેાગારઃ સજા જરૃર મળશે / વિમાનમાં ખામી સર્જાઈઃ શહીદોના મૃતદેહો પટનાના એરપોર્ટ પર અટવાયા / નવજોત સિદ્ધુને પાકિસ્તાન પ્રેમ પડયો ભારેઃ ધ કપિલ શર્માના શો માથી થઈ હક્કાલ પટ્ટી /

કર્ણાટકમાં સરકારની રચના અંગે ભારે સસ્પેન્સઃ યેદિયુરપ્પાનો શપથનો દાવો

બેંગ્લોર તા. ૧૬ફ કર્ણાટકમાં કોની સરકાર રચાશે, તે અંગે ભારે સસ્પેન્સ સર્જાયું છે, અને રાજ્યપાલ વજુભાઈ વાળા પર સૌની મીટ મંડાયેલી છે. તો બીજી તરફ કોંગ્રેસ અને જેડીએસ દ્વારા ભાજપ પર ગંભીર આક્ષોપે કરાયા છે. રાજ્યપાલની મુલાકાત પછી ભાજપ વિધાનસભા પક્ષના નેતા યેદિયુરપ્પાએ તેઓ આવતીકાલે શપથ લેશે, તેવો દાવો કર્યો છે.

કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં ત્રિશંકુ વિધાનસભાના પરિણામ પછી બુધવારે આજે નિર્ણયનો દિવસ છે. આ દરમિયાન સૂત્રોના જણાવ્યા પ્રમાણે બીજેપી જેડીએસ અને કોંગ્રેસના થઈને કુલ ૧૦ ધારાસભ્યો તોડવાના પ્રયત્નો કરી રહી છે. જેડીએસની તેમના ધારાસભ્યો સાથે બેઠક કરવામાં આવી રહી છે. જેડીએસના બે ધારાસભ્યો રાજા વેંકટપ્પા નાયકા અને વેંકટ રાવ નાદગૌડા મિટિંગમાં ગેરહાજર હોવાના અહેવાલ છે. જ્યારે કોંગ્રેસ ધારાસભ્યોની બેઠકમાં ૭૮ માંથી ૬૬ ધારાસભ્યો જ હાજર રહ્યા છે.

આ દરમિયાન રાજ્યપાલને મળ્યા પછી બીજેપી સીએમ ઉમેદવાર યેદિયુરપ્પાએ આવતીકાલે શપથ લેવાનો દાવો કર્યો છે, તો એક અપક્ષ ધારાસભ્યે ભાજપને ટેકો આપ્યો હોવાનું જાણવા મળે છે.

જે.ડી.એસ.ના નેતા કુમારસ્વામીએ એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, ભાજપ દરેક ધારાસભ્યને રૃપિયા ૧૦૦-૧૦૦ કરોડ ઓફર કરી રહ્યા છે. હવે ક્યાં ગયા તે ઈન્કમટેક્સ અધિકારીઓ અને ક્યાંથી આવ્યા આ બ્લેકમની? તેવો કટાક્ષ પણ તેમણે કયો હતો. કુમાર સ્વામીને ધારાસભ્ય દળની બેઠકના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે.

યેદિયુરપ્પાએ કહ્યું, પાર્ટીએ વિધાયક દળના નેતા તરીકે મને પસંદ કર્યો છે. મેં રાજ્યપાલને પત્ર આપ્યો છે. તેમણે મને કહ્યું છે કે, તેઓ યોગ્ય નિર્ણય લેશે. મને આશા છે કે તેઓ મને બોલાવશે.

કોંગ્રેસના ધારાસભ્યોની બેઠક શરૃ થઈ છે, જેમાં કોંગ્રેસના ૭૮ ધારાસભ્યોમાંથી ૬૬ સભ્યો જ હાજર રહ્યા હોવાનું જાણવા મળે છે, તો જેડીએસ ધારાસભ્યોની બેઠકમાં રાજા વેંકટપ્પા નાયક્કા અને વેંકટ રાવ નડગૌડા હાજર રહ્યા નથી. કેન્દ્રિય મંત્રી સદાનંદ ગૌડાએ કહ્યું, અમારા સૌથી વધારે ધારાસભ્ય છે. કોંગ્રેસ અને જેડીએસ કેવી રીતે સરકાર બનાવવાનું વિચારી શકે છે. તો બીજા કેન્દ્રિય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું, લોકો બીજેપીને ઈચ્છે છે અને અમે જ સરકાર બનાવીશું.

કોંગ્રેસ ધારાસભ્ય અમેર ગોડા લિગાનાગૌડા પાટિલ બાય્યાપુરે મીડિયાને જણાવ્યું છે કે, તેમને ભાજપના નેતાનો ફોન આવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, અમારી સાથે આવી જાઓ અમે તેમને મંત્રાલય આપીશું. અમે તમને મંત્રી બનાવી દઈશું. પરંતુ મેં ના પાડી દીધી. અમારા મુખ્યમંત્રી એચડી કુમારસ્વામી છે. કોંગ્રેસ નેતા ડી શિવકુમારે કહ્યું કે, ભાજપ અમારા નેતાઓના સંપર્કમાં છે. તે અમને ખબર છે. બધા ઉપર ખૂબ વધારે પ્રેશર છે. પરંતુ તે સરળ નથી. કારણે કે, બન્ને પાર્ટીઓને ઘણાં સારા મત મળ્યા છે. બધા આ બધું જોઈ રહ્યાં છે. તો સિદ્ધારમૈયાએ કહ્યું છે કે, દરેક કોંગ્રેસ એમએલએ અમારી પાસે છે. કોઈ બહાર નથી. અમે સરકાર બનાવીશું. ગુલામ નબી આઝાદે ગઈકાલે પણ કહ્યું હતું કે, ભાજપ પાસે ૧૦૪ ધારાસભ્યો છે. કોંગ્રેસ જેડીએ પાસે ૧૧૭ છે. હવે રાજયપાલે સાચો નિર્ણય લેવાનો છે.

જેડીએસ નેતા સરવાનાએ કહ્યું છે કે, અમને નથી ખબર કે તેઓ શું ઓફર કરી રહ્યાં છે. પરંતુ તે અમારા લોકોનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરી રહ્યાં છે, અમે બધા એક સાથે છીએ. અમારી પાર્ટીને કોઈ અડી શકે તેમ પણ નથી. અમારા દરેક એમએલએ વિશ્વસનીય છે.

ભાજપના સીએમ પદના ઉમેદવાર ચેદિયુરપ્પાએ ફરી એ ઓપરેશન લોટ્સ શરૃ કર્યુ છે. યેદિયુરપ્પા કોંગ્રેસના ચાર અને જેડીએસના છ ધારાસભ્યોના સંપર્કમાં છે. તેમણે આ દરેક લોકોને મંત્રી પદ ઓફર કરીને તોડવાનો પ્રયત્ન કર્યો છે. ભાજપે તેમને વિકલ્પ આપ્યો છે કે, બહુમત પરીક્ષણ વખતે તેઓ ભાજપને વોટ આપે અથવા ગેરહાજર રહે તેવા અહેવાલો સૂત્રોને ટાંકીને આપી રહ્યાં છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભાજપે કોંગ્રેસ અને જેડીએસના અમુક ધારાસભયોને ઓફર કરી છે. પાર્ટી તેમને દરેક સ્થિતિમાં સ્પોર્ટ માટે તૈયાર છે. જો આ ધારાસભ્યો ભાજપને વોટ આપે અથવા ફલોર ટેસ્ટ દરમિયાન ગેરહાજર રહે તો બન્ને રીતે સરકાર બનવાના ગણિતમાં મોટો ફેર પડી શકે છે. આ સંજોગોમાં ભાજપે તેમને ટિકિટ આપીને પેટા ચૂંટણી લડવા માટેનો વિકલ્પ આપ્યો છે. તેઓ ન ઈચ્છે તો તેઓ તેમના સંબંધીઓને પણ આ સીટ પર ચૂંટણી લડવા માટે ઓપ્શન આપી શકે છે. જો કોઈ ધારાસભ્ય પેટા ચૂંટણી ન લડવા ઈચ્છતા હોય તો તેમને વિધાન પરિષદમાં એડ્જસ્ટ કરવામાં આવશે.

કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યા પછી એક ન્યૂઝ ચેનલે મોડી રાત્રે એવું જાહેર કરેલ કે વજુભાઈ વાળાએ ભાજપને સરકાર રચવા આમંત્રણ આપ્યું પરંતુ હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી. આ બધા વચ્ચે દેશ આખાની નજર કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળા પર ટકેલી છે કે શું નિર્ણય લે છે. લોકોમાં એ વાતને લઈને ભારે ઉત્સુકતા છે કે વજુભાઈ વાળા પહેલા ક્યા પક્ષને આમંત્રિત કરે છે. રાજ્યપાલ પાસે હાલ બે વિકલ્પ છે, પહેલો કે તે સૌથી મોટી પાર્ટી ભાજપને આમંત્રણ આપે અને બહુમતિ સાબિત કરવા કે છે કે પછી કોંગ્રેસ-જેડીએસના ગઠબંધનને સરકાર રચવાનું કહેશે, જે બહુમતનો જાદુઈ આંક પોતાની પાસે હોવાનો દાવો કરી રહ્યું છે. બંધારણ નિષ્ણાત સુભાષ કશ્યપનું કહેવું છે કે એ બાબત સંપૂર્ણ રીતે રાજ્યપાલ પર નિર્ભર કરે છે કે, તે સરકાર બનાવવા માટે પહેલા કોને આમંત્રિત કરે છે સૌથો મોટી પાર્ટીને કે પછી ગઠબંધન જે પૂર્ણ બહુમત હોવાનો દાવો કરી રહ્યું છે.

ગઈકાલે કર્ણાટક વિધાનસભાના પરિણામોમાં ૧૦૪ બેઠકો સાથે ભાજપ સૌથી મોટી પાર્ટી બનીને સામે આવી હતી, જ્યારે રાજ્યમાં સત્તા ભોગવી રહેલી કોંગ્રેસ માત્ર ૭૮ બેઠકો પર સમેટાઈ ગઈ હતી. તો જેડીએસને ૩૭ બેઠકો મળી હતી. આ ઉપરાંત બહુજન સમાજ પાર્ટી અને કર્ણાટક પ્રજ્ઞયસંસ્થા જનતા પાર્ટીને ૧-૧ બેઠક મળી હતી. આ ઉપરાંત અન્ય એક બેઠક અ૫ક્ષના ફાળે ગઈ છે. હવે કોંગ્રેસ-જેડીએસ વચ્ચે ગઠબંધન થઈ જતા ભાજપ દ્વારા હોઠે આવેલો સત્તાનો કોળીયો છીનવાઈ ન જાય, તે માટે એડીચોટીનું જોર લગાવાઈ રહ્યું છે. આજે સાંજ સુધીમાં રાજ્યપાલ કોઈ નિર્ણય લઈ લેશે, તેવી અટકળો થઈ રહી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00