૭૬ કાલાવાડ ૧૧.૦૬%, ૭૭ જામનગર ગ્રામ્ય ૮.૨%, ૭૮ જામનગર ઉતર ૬.૯૮%, ૭૯ જામનગર દક્ષિણ ૭.૮૧%, ૮૦ જામજોધપુર ૬.૩%, ૮૧ ખંભાળિયા ૫%, ૮૨ દ્વારકા ૫.૭%

મુંબઈ ફ્રુટબ્રીજ અકસ્માત પછી જવાબદારીની ફેંકાફેંકીઃ રેલવે મંત્રીનું રાજીનામું મંગાયું

મુંબઈ તા. ૧પઃ મુંબઈમાં ફ્રૂટબીજના અકસ્માતમાં થયેલા ૬ જેટલા મૃત્યુ અને અનેકને થયેલી ગંભીર ઈજાએ ઘણાં પ્રશ્નો ઊભા કર્યા છે. બીએમસી અને રેલવે સામે એફઆઈઆર નોંધાઈ છે. મુખ્યમંત્રી ફડણવીસે તપાસના આદેશો આપ્યા છે અને બેદરકારી દાખવનાર સામે હત્યાનો ગુન્હો નોંધવાના સંકેતો આપ્યા છે. તેમણે આજે ઘાયલોની મુલાકાત પણ લીધી છે. વર્ષ ર૦૧૬ પછી આ બીજી ઘટના છે. કોંગ્રેસે આ માટે કેન્દ્રિય રેલવે મંત્રીનું રાજીનામું માંગ્યું છે. બીએમસીના મેયરને પણ જવાબદાર ગણવાની માંગણી ઊઠી રહી છે. આ ઘટના ગુજરાત સહિત અન્ય રાજ્યો માટે પણ સાવચેત થઈ જવાનો બોધપાઠ આપે છે. આ બીએમસી આ સ્થળની સામે જ હોવા છતાં કોઈએ આ બ્રીજ પર ધ્યાન આપ્યું નહીં, અને દૂર્ઘટના થયા પછી સરકારી વિભાગો પણ જવાબદારીની ફેંકાફેંકી કરી રહ્યા છે. બીએમસીમાં ભાજપના ટેકાથી શિવસેનાનું શાસન છે, પરંતુ તેઓ જવાબદારી અધિકારીઓ પર ઢોળી દેવાના પ્રયાસો કરી રહ્યા છે. ભૂતકાળમાં નૈતિક જવાબદારી સ્વીકારીને શાસકો રાજીનામું આપતા હતાં, પરંતુ ભાજપ-શિવસેનાના શાસનમાં એ પરંપરા હટી ગઈ છે. હવે લોકસભાની ચૂંટણી ટાણે જ થયેલી આ દૂર્ઘટનાથી ભાજપ-શિવસેનાને ફટકો પડવાનો છે. રાજનીતિને એક બાજુ મૂકવામાં આવે, તો પણ આ પ્રકારની દૂર્ઘટનાઓ તો ખરેખર લોકોની સામૂહિક હત્યા જ ગણાય. બીજી દૃષ્ટિએ આ દૂર્ઘટના બીએમસીમાં વ્યાક ભ્રષ્ટાચારને પણ ઉજાગર કરે છે. એવું કહેવાય છે કે આ પહેલાની દૂર્ઘટના પછી મુંબઈના બધા પુલોનું ઓડિટ થયું હતું કે કેમ? કોણે કર્યું હતું? વિગેરે પ્રશ્નો ઊઠી રહ્યા છે. મુખ્યમંત્રી ફડણવીસ કહે છે કે ઓડીટમાં આ બ્રીજને યોગ્ય હોવાનું સર્ટીફિકેટ અપાયું હતું અને મામુલી મરામતની જરૃર જણાવાઈ હતી. હવે તપાસના આદેશ  અપાયા છે, પરંતુ પારદર્શક અને વાસ્તવિક તપાસ થશે ખરી? ભગવાન જાણે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription