દેવભૂમિ દ્વારકાના પાંચ ફોજદારોની અરસપરસ બદલીનો હુકમ કરતા એસપી

ખંભાળીયા તા. ૮ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઈકાલે પાંચ ફોજદારોની જિલ્લા પોલીસવડાએ અરસપરસ બદલી કરી છે. જેમાં મીઠાપુરમાં વધુ એક વખત મહિલા અધિકારીની નિયુક્તિ થવા પામી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખાલી પડેલી પીઆઈની પાંચ પોસ્ટ પર જિલ્લા પોલીસ વડાએ નિમણૂક કર્યા પછી ગઈકાલે પાંચ ફોજદારની બદલીનો હુકમ કર્યો છે.

ખંભાળીયા સ્થિત એસઓજી કચેરીમાં ફરજ બજાવતા પીએસઆઈ હેરભાની ભાણવડમાં બદલી કરવામાં આવી છે. જ્યારે પીએસઆઈ રોહડીયાને ડીવાયએસપી સાથે રહી ટ્રાફિકમાં મદદ માટે નિયુક્તિ આપવામાં આવી છે. ટ્રાફિક પીએસઆઈ તરીકે એ.ડી. પરમારને મૂકવામાં આવ્યા છે. એસપીના રીડર પીએસઆઈ હીંગોરજાને એસઓજીમાં નિમણૂક આપવામાં આવી છે. પીએસઆઈ મુંઢવાને ખંભાળીયાના એએસપી રીડર તરીકે અને મીઠાપુરમાં શ્રદ્ધાબેન ડાંગરની નિમણૂક કરવામાં આવી છે.

અગાઉ મીઠાપુરમાં મહિલા પોલીસ અધિકારી તરીકે ફરજ બજાવી ચૂકેલા ચંદ્રકલાબા જાડેજા પછી ફરીથી મીઠાપુરમાં મહિલા અધિકારીની નિયુક્તિ કરવામાં આવી છે. પૂર્વ અધિકારીએ કરેલી કામગીરીને આજે પણ સ્થાનિક લોકો યાદ કરે છે ત્યારે નવા અધિકારી પણ તે પ્રકારની જ કામગીરી બજાવશે તેવી આશા સેવવામાં આવી રહી છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit