કાશ્મીરના બારામુલ્લા સેક્ટરમાં આવેલી એક મસ્જીદમાં છુપાયેલા આતંકીને સેનાએ કર્યાે ઠાર /સુરેન્દ્રનગરના ચોટીલામાં આવેલા આનંદપુરમાં ગામમાં એક મકાનના ટીવીમાં બ્લાસ્ટ થયા પછી ઘરમાં લાગી આગઃ માતા-પુત્રી થયા ભડથું / ન્યૂઝીલેન્ડમાં બનાવાયો નવો કાયદોઃ લોકો મોલ તથા સુપરમાર્કેટમાં પણ કરી શકશે વોટીંગઃ ગઈ વખતની ચૂંટણીમાં ઓછા પળેલા મતના કારણે લેવાયો નિર્ણય / ગુજરાતના લોકોએ હવે વધુ નહીં જોવી પડે મેઘરાજાની રાહઃ ત્રણ દિવસમાં ગુજરાતમાં મેઘ મહેર થવાની હવામાન વિભાગે કરી આગાહી /

ખીજડિયા બાયપાસ પાસે અંગ્રેજી શરાબની ૧૬૪ બોટલ સાથે બે ઝડપાયા

જામનગર તા.૧૧ ઃ જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ખીજડિયા બાયપાસ પાસે નગરના બે શખ્સોએ રાખેલી અંગ્રેજી શરાબની ૧૬૪ બોટલ એલસીબીએ પકડી પાડી છે. જ્યારે મોડીરાત્રે બે શખ્સો શરાબની હેરાફેરી કરતા પોલીસના સકંજામાં આવ્યા છે. ઉપરાંત જામજોધપુરના તરસાઈ પાસેથી ૨૦૩ બોટલ સાથે એક શખ્સ પકડાઈ ગયો છે. પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી સપ્લાયરના નામ મેળવવા તજવીજ હાથ ધરી છે.

જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ગઈકાલે સાંજે એલસીબી દ્વારા હાથ ધરાયેલા પેટ્રોલિંગમાં સ્ટાફના રઘુભા, ખીમાભાઈ ભોચિયા, નિર્મળસિંહ બી. જાડેજાને બાતમી મળી હતી કે, ખીજડિયા બાયપાસ પાસે આવેલી એક જગ્યામાં નગરના બે શખ્સોએ અંગ્રેજી શરાબનો જથ્થો સંતાડયો છે.

આ બાબતીથી પીઆઈ ડોડિયાને વાકેફ કરાયા પછી ખીજડિયા બાયપાસ નજીક મહાનગરપાલિકાના આવેલા સમ્પ પાસેની અવાવરૃ જગ્યામાં એલસીબી ત્રાટકી હતી ત્યાંથી ગોકુલનગર રડાર રોડ પર રહેતા કેયુર ગિરીશભાઈ ડોબરિયા તથા અંધાશ્રમ ફાટક પાસે રહેતા જયેન્દ્રસિંહ નટુભા પરમાર ઉર્ફે જયલો નામના બે શખ્સો અંગ્રેજી શરાબની ૧૬૪ બોટલ સાથે ઝડપાઈ ગયા હતા. એલસીબીએ બન્ને શખ્સોના બે મોબાઈલ તથા રૃા.૬૫૬૦૦નો શરાબનો જથ્થો કબજે કરી પૂછપરછ કરતા આ શખ્સોએ પોતાના સાગરિત આવાસ કોલોની ફાટક પાસે રહેતા બિપીન કારાભાઈ મુછડિયા ઉર્ફે લાકડી તથા સરદારનગરમાં રહેતા ઘનશ્યામસિંહ તખુભાના નામ આપ્યા છે. એલસીબીએ આ બન્ને શખ્સોની શોધખોળ શરૃ કરી છે. આ કાર્યવાહીમાં પીઆઈ ડોડિયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ કે.કે. ગોહિલ, પીએસઆઈ વી.વી. વાગડિયા, પીએસઆઈ આર.બી. ગોજિયા, સ્ટાફના જયુભા ઝાલા, વસરામભાઈ, બશીરભાઈ મલેક, હરપાલસિંહ સોઢા, ભરત પટેલ, નાનજીભાઈ પટેલ, મિતેશ પટેલ, નિર્મળસિંહ બી. જાડેજા, નિર્મળસિંહ એસ. જાડેજા, ભગીરથસિંહ સરવૈયા, શરદ પરમાર,  દિલીપ તલાવડિયા, હરદીપ ધાધલ, કમલેશ ગરસર, રઘુભા પરમાર, ફિરોઝ દલ, લાભુભાઈ ગઢવી, ખીમભાઈ ભોચિયા, દિનેશ ગોહિલ, લક્ષ્મણ ભાટિયા, એ.બી. જાડેજા, હિરેન વરણવા, બળવંતસિંહ પરમાર, અરવિંદગીરી, સુરેશ માલકિયા,  પ્રતાપ ખાચર સાથે રહ્યા હતા.

જામજોધપુર તાલુકામાં ગઈકાલે સ્થાનિક પોલીસ દ્વારા કરવામાં આવી રહેલા પેટ્રોલિંગ દરમ્યાન તરસાઈ ગામ નજીકના ઉદરિયાનેસ પાસે આવેલી એક વાડીમાં અંગ્રેજી શરાબનો જથ્થો રાખવામાં આવ્યો હોવાની બાતમી મળતા ઈન્ચાર્જ પીઆઈ જે.ડી. પરમાર તથા સ્ટાફ ઉદરિયાનેસમાં આવેલા ભકા કાળુભાઈ મોરીની આંબાવાળી વાડી તરીકે ઓળખાતી જગ્યામાં ધસી ગયા હતા.

આ સ્થળે પોલીસે ચકાસણી કરતા ત્યાંથી બે અલગ અલગ જાતની વ્હીસ્કીની કુલ ૨૦૩ બોટલ મળી આવી હતી. પોલીસે રૃા.૧,૦૧,૫૦૦ની કિંમતનો શરાબનો જથ્થો કબજે કરી ભકા મોરીની ધરપકડ કરી છે. આ શખ્સની રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવી છે.

જામનગર તાલુકાના સિક્કામાં આવેલી ભગવતી સોસાયટી પાસેથી ગઈકાલે સાંજે જીજે-૧૦-એએ ૬૩૬૧ નંબરના પસાર થયેલા હીરો મોટરસાયકલને પોલીસે શકના આધારે રોકાવી તેના ચાલક મુંગણી ગામના રાજપાલસિંહ અજીતસિંહ ઉર્ફે ર ાજદીપ સોઢાની તલાશી લેતા તેના કબજામાંથી શરાબની એક બોટલ મળી આવી હતી. પોલીસે બોટલ તથા મોટરસાયકલ કબજે કર્યા છે.

જામનગરના જૂના રેલવે સ્ટેશન પાસે આવેલા નર્મદા સર્કલ નજીકથી ગઈરાત્રે પસાર થયેલા ડબલ સવારી મોટરસાયકલને નાઈટ પેટ્રોલિંગમાં રહેલા સિટી-બી ડિવિઝનના પીએસઆઈ ડી.ડી. લાડુમોર તથા સ્ટાફે રોકાવી તેના ચાલક દિગ્વિજય પ્લોટ-પ૮ સ્થિત કાનાનગરમાં રહેતા વિમલ રામજીભાઈ મંગે તેમજ મનિષ રમેશભાઈ ગોરીની તલાશી લેતા આ શખ્સોના કબજામાંથી અંગ્રેજી શરાબની આઠ બોટલ મળી આવી હતી. પોલીસે બાઈક તથા બોટલ કબજે કરી બન્ને આરોપીઓની ધરપકડ કરી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription