ગુજરાત સરકારને સપ્રિમ કોર્ટનો આદેશઃ બિલ્કીસ બાનોને રૃા. પ૦ લાખ ઘર તથા નોકરી આપો / ૩૦ વર્ષના લાંબા સમયગાળા બાદ લાલકૃષ્ણ અડવાણી સામાન્ય નાગરીક તરીકે કર્યું મતદાન / ધર્મેન્દ્ર-હેમા માલિની બાદ સની દેઓલ પણ જોડાયા ભાજપમાંઃ પંજાબથી ચૂંટણી લડવાની આશંકા

નરેશ અગ્રવાલના બફાટ પછી ભાજપ ક્ષોભજનક સ્થિતિમાંઃ સ્પષ્ટતા કરવી પડી

નવી દિલ્હી તા. ૧૩ઃ સમાજવાદી પાર્ટીમાંથી પક્ષાંતર કરીને ભાજપમાં ભળેલા નરેશ અગ્રવાલે જયા બચ્ચન વિષે અભદ્ર ભાષાનો પ્રયોગ કરતા ભાજપ ક્ષોભજનક સ્થિતિમાં મૂકાવું પડ્યું હતું, અને સ્પષ્ટતા કરવી પડી હતી. બીજી તરફ અખિલેશ યાદવે આ અંગે મહિલા આયોગ કાર્યવાહી કરે તેવી માંગ ઊઠાવી છે.

સમાજવાદી પાર્ટીનો છેડો ફાડી ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થતા જ નરેશ અગ્રવાલની વિવાદમાં ઘેરાઈ ગયા છે. ભાજપમાં સામેલ થતાં જ નરેશ અગ્રવાલે શરમ નેવે મૂકીને એવું નિવેદન આપ્યું કે ભાજપ નિશાન પર આવી ગયો છે. સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અને ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે પણ નરેશ અગ્રવાલના નિવેદનની નિંદા કરી છે અને ભાજપને કડક કાર્યવાહી કરવાની અપીલ કરી છે.

આજે સવારે અખિલેશ યાદવે ટ્વિટ કરીને કહ્યું કે શ્રીમતી જયા બચ્ચનજી પર કરવામાં આવેલ અભદ્ર ટિપ્પણી માટે અમે ભાજપાના શ્રી નરેશ અગ્રવાલના નિવેદનની કડક નિંદા કરીએ છીએ. આ ફિલ્મ જગતની સાથે જ ભારતની દરેક મહિલાનું પણ અપમાન છે. ભાજપા જો ખરેખર નારીનું સમ્માન કરતી હોય તો તાત્કાલિક તેમની વિરૃદ્ધ પગલાં ઊઠાવે. મહિલા આયોગે પણ કાર્યવાહી કરવી જોઈએ.

ગઈકાલે સાંજે ભાજપમાં સામેલ થતા નરેશ અગ્રવાલ જ્યારે મીડિયા સામે બોલતા હતાં ત્યારે ઈશારોમાં તેમણે જયા બચ્ચન પર જે ટિપ્પણી કરી તેના પર વિવાદ થયો. નરેશ અગ્રવાલે કહ્યું કે ડાન્સ કરનારાઓના લીધે સપામાં મારી રાજ્યસભાની ટિકિટ કપાઈ. તેમના આ નિવેદનથી ભાજપ ક્ષોભજનક સ્થિતિમાં મૂકાયું છે.

નરેશ અગ્રવાલના નિવેદનના થોડીક જ વારમાં વિદેશમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા સુષ્મા સ્વરાજે ટ્વિટ કરતા કહ્યું કે નરેશ અગ્રવાલનું ભાજપમાં સ્વાગત કર્યું, પરંતુ જયા બચ્ચન પર કરાયેલ ટિપ્પણીને અસ્વીકાર્ય અને ખોટી ગણાવું છું. સુષ્મા સ્વરાજ પછી સ્મૃતિ ઈરાની અને રૃપા ગાંગુલીએ પણ નરેશ અગ્રવાલના નિવેદન પર વિરોધ નોંધાવ્યો છે.

નરેશ અગ્રવાલના નિવેદન પર થયેલ વિવાદ પછી ભાજપ ક્ષોભજનક સ્થિતિમાં મૂકાયું. તે પછી સ્પષ્ટતા પણ આપવી પડી. ભાજપના પ્રવક્તા સાંબિત પાત્રાએ મોરચો સંભાળ્યો અને પાર્ટીના સ્ટેન્ડ ક્લિયર કરતા કહ્યું કે ભાજપ તમામ લોકોનું સમ્માન કરે છે. તે કોઈપણ વર્ગ સમુદાયની હોય, કે ફિલ્મોની હોય.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription