રૃપિયા બે હજારની ચલણી નોટો પણ બંધ કરવી જોઈએ ઃ સુભાષચંદ્ર ગર્ગ

નવી દિલ્હી તા. ૮ઃ કેન્દ્રના આર્થિક બાબતોના પૂર્વ સચિવ સુભાષચંદ્ર ગર્ગે રૃપિયા બે હજારની ચલણી નોટો પણ બંધ કરવી જોઈએ, તેવું સૂચન કર્યુ છે.

નોટબંધી થયાને ત્રણ વર્ષ પૂરા થયા છે ત્યારે આર્થિક બાબતોના ભૂતપૂર્વ સચિવ સુભાષચંદ્ર ગર્ગે કહ્યું છે કે રૃા. ર૦૦૦ ની ચલણી નોટોનો મોટો ભાગ ચલણ વ્યવસ્થામાં નથી. તેની સંગ્રહખોરી થઈ રહી છે. તેને બંધ કરી દેવી જોઈએ. ગર્ગના મતે સિસ્ટમમાં મોટા પ્રમાણમાં રોકડ ઉપલબ્ધ છે. રૃપિયા ર૦૦૦ ની ચલણી નોટ બંધ કરવાથી કોઈ જ મુશ્કેલી પડશે નહીં.

ગર્ગે કહ્યું હતું કે, વિશ્વભરમાં ડિજિટલ પેમેન્ટનું ચલણ વધી રહ્યું છે. ભારતમાં પણ આ પ્રકારનો માહોલ છે. જો કે, તેની ઝડપ હજુ ધીમી છે. અહીં ૮પ ટકા ચૂકવણી રોકડથી થઈ રહી છે. ગર્ગે એવું પણ સૂચન કર્યુ છે કે, મોટા આર્થિક વ્યવહારો પર ટેક્સ અથવા શૂલ્ક લગાવવાથી, ડિજિટલ પેમેન્ટને સરળ બનાવવા જેવા પગલાંથી દેશને કેશલેસ બનાવવામાં મદદ મળશે.

કાળા નાણાં પર નિયંત્રણ લગાવવા માટે સરકાર ૮મી નવેમ્બરે-ર૦૧૬ ના રોજ નોટબંધી કરવાની જાહેરાત કરી હતી. તે સમયે રૃપિયા પ૦૦ અને રૃપિયા ૧૦૦૦ નોટને વ્યવસ્થામાંથી બહાર કરી હતી અને પ્રથમ વખત રૃપિયા ર૦૦૦ ની નોટ જારી કરી હતી.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit