તેલંગણાઃ કોંગ્રેસે જાહેર કરી ૬પ જેટલા ઉમેદવારોની પ્રથમ યાદીઃ / આગામી ર૪ કલાકમાં તામિલનાડુના દરિયાકાંઠે ગાજા વાવાઝોડું ત્રાટકવાની શક્યતા / બિહારના ડેપ્યુટી સીએમ અને સૌરભ પટેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીની લિફટમાં ફસાયા / દુષ્કાળના કારણે કચ્છથી ૬૦૦ પશુઓ સાથે માલધારીઓ રાજકોટ આવી પહોંચ્યા

ખંભાળીયાના આરાધના ધામમાં દિક્ષા મહોત્સવ

ખંભાળીયા તા. ૧૬ઃ ખંભાળીયા પાસે આવેલા સુપ્રસિદ્ધ જૈનતીર્થ ધામ હાલાર તીર્થ, આરાધના ધામમાં દર્શનાબેન ગાંધી (પોરબંદરવાળા)નો દીક્ષાવિધિ સમારોહ રંગે-ચંગે સંપન્ન થયો હતો.

હાલાર તીર્થ-આરાધના ધામમાં પ. વજ્રસેન વિજયજી મ.સ. તથા પ.પૂ. આચાર્ય હેમપ્રભસુરીશ્વરજીની નિશ્રામાં દર્શનાબેન પી. ગાંધીનો દીક્ષાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

આ પ્રસંગે રવિવારે સવારે પૂજ્ય ગુરૃભગવંતોના મંત્રોચ્ચાર વિધિપૂર્વક સંપન્ન કરી, દર્શનાબેનની દીક્ષા કરાવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પોરબંદરથી ૩૦૦ કરતાં વધુ જૈન સંઘના શ્રેષ્ઠીઓ ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં.

આ કાર્યક્રમની પૂર્વ સંધ્યાએ પોરબંદરમાં શનિવારે દીક્ષાર્થીઓનો ભવ્ય વરઘોડો શહેરના રાજમાર્ગો પર નીકળ્યો હતો. જ્યાં વર્ષી દાન કરવામાં આવ્યું હતું. દેવ વિમાની રચનામાંથી વર્ષી દાનનું વિશેષ આકર્ષણ રહ્યું હતું તથા રાત્રે દર્શનાબેનનો વિદાય સમારંભ યોજાતા ભાવપૂર્વકના દૃશ્યો સર્જાયા હતાં. પોરબંદરમાં અમદાવાદના દર્શનભાઈ શાહ તથા પારસ મારૃએ કાર્યક્રમનું સંચાલન કર્યુ હતું.

ખંભાળીયા સ્થિત આરાધના ધામમાં ૫ૂજ્ય ગુરૃદેવ શ્રી વજ્રસેનવિજયજી મ.સા.ની નાદુરસ્ત તબિયત વચ્ચે પોરબંદરથી ૩૦૦ થી વધુ જૈન ભક્તોની ઉપસ્થિતિમાં ગુરૃદેવ પાસે દીક્ષાગ્રહણ કરી તેમનું નામ દર્શનામાંથી સાધ્વીજી ધ્યાનવર્ધના શ્રીજીનું નામકરણ કરવામાં આવ્યું હતું. દીક્ષાર્થીના ઉપકરણોના ચડાવા સારી એવી રકમના થયા હતાં.

હાલાર તીર્થ-આરાધના ધામના ટ્રસ્ટીઓ તેમજ મુંબઈ, રાજકોટ, જામનગર, ધ્રાંગધ્રા, જૂનાગઢ વિગેરે સ્થાનોએથી આઠસો જેટલા ભાવિકોની ઉપસ્થિતિમાં દીક્ષા પ્રસંગ ભવ્ય રીતે ઉજવાયો હતો.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00