ગાંધીનગરઃ છત્રાલની બેંકમાં ફાયરિંગઃ ત્રણ શખ્સોએ ચલાવી લૂંટઃ એકાદ કરોડ રૃપિયા લૂંટાયા હોવાની શક્યતા / પ્રધાનમંત્રી મોદીએ આપી ફરી ચેતવણીઃ છુપાઈ નહીં શકે પુલવામાના ગુનેાગારઃ સજા જરૃર મળશે / વિમાનમાં ખામી સર્જાઈઃ શહીદોના મૃતદેહો પટનાના એરપોર્ટ પર અટવાયા / નવજોત સિદ્ધુને પાકિસ્તાન પ્રેમ પડયો ભારેઃ ધ કપિલ શર્માના શો માથી થઈ હક્કાલ પટ્ટી /

જામનગરના કડિયાવાડમાં મોડીરાત્રે ઘરમાં ઘૂસી વૃદ્ધને લૂંટી લેનારી ત્રિપૂટી ઝડપાઈ

જામનગર તા.૧૬ ઃ જામનગરના કડિયાવાડમાં સપ્તાહ પહેલા એકલવાયું જીવન જીવતા વૃદ્ધને તેમના ઘરમાં મોડીરાત્રે ઘૂસી ગયેલા ત્રણ શખ્સોએ માર મારી ચેન, બે મોબાઈલની લૂંટ ચલાવી હતી. આ આરોપીઓને પોલીસે મુદ્દામાલ સાથે પકડી રિમાન્ડ પર લેવાની તજવીજ હાથ ધરી છે.

જામનગરના કડિયાવાડમાં લાખાણી શેરીમાં એકલા રહેતા ચંદ્રકાંતભાઈ મોહનલાલ નાનાણી નામના સિત્તેર વર્ષના કડિયા વૃદ્ધ તા.૭ની રાત્રે નિદ્રાધીન થયા પછી અંદાજે ત્રણેક વાગ્યે બારણું ખખડતા આ વૃદ્ધે કોણ છે? તેમ પૂછયું હતું પરંતુ તેનો પ્રત્યુત્તર નહીં મળતા ચંદ્રકાંતભાઈએ બારણું ખોલ્યું હતું. આ વેળાએ જ તેઓને ધક્કો મારી ઘરમાં ઘૂસી ગયેલા ત્રણ અજાણ્યા શખ્સોએ આ વૃદ્ધને ઢીકાપાટુનો માર મારી મોઢા પર ઓશીકા વડુ ડૂચો દીધા પછી બે મોબાઈલ ઉપાડી લઈ ચંદ્રકાંતભાઈના ગળામાંથી અંદાજે સાડા ત્રણ તોલા વજનનો સોનાનો ચેન લૂંટી લીધો હતો.

આ બનાવની બીજા દિવસે સવારે ભોગ બનનાર વૃદ્ધે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. સિટી-બીના પીઆઈ આર.જી. જાડેજાએ આઈપીસી ૩૯૪, ૪૫૨, ૧૧૪ હેઠળના આ ગુન્હાની તપાસ પીએસઆઈ એમ.બી. ઝાલાને સોંપી હતી તે દરમ્યાન ગઈકાલે પેટ્રોલિંગમાં રહેતા સિટી-બીના સર્વેલન્સ સ્ટાફના ભગીરથસિંહ જાડેજા તથા જોગીન્દરસિંહને બાતમી મળી હતી કે, આ ગુન્હામાં સંડોવાયેલા શખ્સો લીમડા લેન વિસ્તારમાં મુદ્દામાલ વેચવા માટે જવાના છે.

આ બાતમીથી પીઆઈ આર.જી. જાડેજાને વાકેફ કર્યા પછી તેઓની સૂચનાથી પીએસઆઈ વી.એસ. લાંબાના વડપણ હેઠળ સ્ટાફે વોચ ગોઠવી લીમડા લેનમાંથી ત્રણ શખ્સોને ઉપાડી લીધા હતા. નગરના વાંઝાવાસ, ગુલાબનગર પાસે રહેતા શહેઝાદ ગુલઝાર ખીરા ઉર્ફે ફૈઝલ, ઈકબાલ ઈશરાર શેખ તથા અસગર અલારખા મકવાણા નામના ત્રણ શખ્સોની શકના આધારે અટકાયત કરી પોલીસે પૂછપરછ કરતા આ શખ્સોએ ઉપરોક્ત લૂંટની કબૂલાત આપી છે.

આરોપીઓના કબજામાંથી પોલીસે બે મોબાઈલ, સોનાનો ચેન કુલ રૃા.૧ લાખ રર હજારનો મુદ્દામાલ કબજે કર્યાે છે અને આરોપીઓને રિમાન્ડ પર લેવાની તજવીજ હાથ ધરી છે. આ કાર્યવાહીમાં સ્ટાફના પ્રતાપસિંહ જાડેજા, જયપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, લાખનસિંહ જાડેજા, અમિત નિમાવત સાથે રહ્યા હતા.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00