ચીન-પાકિસ્તાન વાયુસેનાનો ગુપચૂપ યુદ્ધ સેનાભ્યાસઃ ભારત માટે વોર્નિંગ એલાર્મ

નવી દિલ્હી તા. ૧૧ઃ પીઓકે અને ચીનની સરહદ નજીક ચીને તૈયાર કરેલા એક ખાસ તાલીમ સ્થળે ચીન અને પાકિસ્તાનની વાયુસેનાઓએ ગુપચૂત સેનાભ્યાસ કર્યો છે. આ સેનાભ્યાસની કોઈ માહિતી મીડિયાને અપાઈ નથી કે ચીન કે પાકિસ્તાને આની કોઈ સત્તાવાર જાહેરાત પણ કરી નથી. આ સેનાભ્યાસ દરમિયાન ચીન અને પાકિસ્તાનના તમામ પ્રકારના યુદ્ધ વિમાનો જોડાયા હતાં. ચાઈનીઝ એરફોર્સે પાકિસ્તાનના પાયલોટો અને જવાનોને બોમ્બવર્ષા અને આધુનિક મિસાઈલ્સ દ્વારા દુશ્મનો પર પ્રહાર કરવાની અત્યાધુનિક તાલીમ આપી હતી, અને દુશ્મનોના પ્રહારથી બચવાના ઉપાયો પણ શીખવાડ્યા હતાં. મીડિયા અહેવાલો મુજબ આ ગુપચૂપ તાલીમ પાછળ ચીનનો મલિન ઈરાદો રહેલો છે અને કાશ્મીરના મુદ્દે પાકિસ્તાનને ભારત સામે ભેરવી દઈને પોતાનો ઉલ્લુ સીધો કરવા માંગે છે.હકીકતમાં અબજોના ખર્ચે પીઓકેમાં ચીન આર્થિક કોરિડોર બનાવી રહ્યું છે. કાશ્મીરમાંથી કલમ-૩૭૦ હટાવાયા પછી હવે ભારત પીઓકે પર આક્રમણ કરે તો ચીનના પોતાના હિતો જોખમાય તેમ હોવાથી તે આ ખંધી ચાલ ચાલી રહ્યું છે. કારણ કે શી જિનપિંગને પોતાના દેશના આર્થિક હિતોની ચિંતા છે. પાકિસ્તાનમાં કોલ માઈનિંગ્ઝ, બંદરો, ઓઈલ-ગેસના ક્ષેત્રો પર ચાઈનીઝ કંપનીઓનું પ્રભૂત્વ છે અને હવે પાકિસ્તાનની સેના પણ ચીનની પીઠુ બની રહી છે. સાથી ચીને અબજો રૃપિયાનું રોકાણ પાકીસ્તાનમાં કર્યું છે અને પાકિસ્તાન સરકારને પણ અબજો ડોલરની લોન આપી છે, તેથી પાકિસ્તાન ચીનના દેવામાંથી દાયકાઓ સુધી છૂટે તેમ નથી. આથી ચીન પાકિસ્તાનને મહોરૃ બનાવીને પોતાના હિતોના રક્ષણ માટે ભારત પર પ્રહાર કરવાની ખંધી ચાલ ચાલી રહ્યું છે, તેથી ભારત માટે આ ગુપચૂપ તાલીમ વોર્નિંગ એલાર્મ જ ગણાય.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit