'નવનીત જ્વેલરી મોલ' આયોજીત 'રંગોળી સ્પર્ધા'ને જબ્બરો પ્રતિસાદઃ ભાતીગળ રંગોળીએ રંગ જમાવ્યો

જામનગર તા. ૧૨ઃ જામનગરના પ્રસિદ્ધ જ્વેલર્સ 'નવનીત' દ્વારા ધનતેરસના દિવસે યોજાયેલી ઓપન જામનગર રંગોળી સ્પર્ધાને જબરો પ્રતિસાદ મળ્યો હતો. ત્રણ વિભાગમાં વહેંચાયેલી આ સ્પર્ધાના વિજેતાઓને સોના-ચાંદીની લગડી પુરસ્કારરૃપે એનાયત કરાઈ હતી. બે દિવસ દરમિયાન હજારો દર્શકોએ રંગોળી પ્રદર્શન નિહાળ્યું હતું.

જામનગરના સોની માંડલીયા પરિવારની જ્વેલર્સ પેઢી 'નવનીત'દ્વારા તેમની સ્થાપનાના ૯૫મા વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૃપે શહેરના કલાકારોને પ્રોત્સાહિત કરવાના શુભઆશયથી ધનેતેરસના દિને તેમના ઈન્દિરા માર્ગ ઉપર નવનિર્મિત નવનીત જ્વેલરી મોલના વિશાળ બેઝમેન્ટમાં ઓપન જામનગર રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેને જબ્બર પ્રતિસાદ મળ્યો હતો. મીંડાવાળી રંગોળી, ફ્રી-હેન્ડ રંગોળી તેમજ ભાતીગળ-રચનાત્મક રંગોળી એમ ત્રણ અલગ-અલગ વિભાગમાં કુલ મળી ૮૨ સ્પર્ધકોએ ભાગ લીધો હતો.

આ સ્પર્ધાના મીંડાવાળી રંગોળી વિભાગમાં તૃપ્તિ પટેલ (પ્રથમ), મીનાક્ષી સુરેલીયા (દ્વિતીય) અને શિવાની મોદી (તૃતીય), ફ્રી-હેન્ડ રંગોળી વિભાગમાં ધ્રુવી લિંબાસીયા (પ્રથમ), મનીષાબેન ચૌહાણ (દ્વિતીય), પ્રતિક્ષા જોશી (તૃતીય) અને સંધ્યા ભલસોડ તથા ધ્વનિ કુંભારાણા (પ્રોત્સાહક) જ્યારે ભાતીગળ રંગોળી વિભાગમાં જયેશભાઈ ભંડેરી (પ્રથમ), ભાવિકાબેન લીંબડ (દ્વિતીય), સુષ્માબેન વ્યાસ (તૃતીય) અને મેઘા જેઠવા (પ્રોત્સાહક) વિજેતા જાહેર થયા હતા.

આ તમામ વિજેતાઓને ધનતેરસની સંધ્યાએ જ નવનીત જ્વેલરી મોલમાં સેંકડો ગ્રાહકવર્ગની વચ્ચે માંડલીયા પરિવારના સદસ્યો, નિર્ણાયકો તેમજ ગ્રાહક વર્ગના હસ્તે સોના-ચાંદીની લગડીઓ તેમજ વિજેતા પ્રમાણપત્રથી પુરસ્કૃત કરાયા હતા. ઉપરાંત સ્પર્ધામાં ભાગ લેનારા તમામ સ્પર્ધકોને પણ 'કૌશલ્ય અભિવાદન પ્રમાણપત્ર' તેમજ સ્યોર ગિફટ એનાયત કરાઈ હતી.

સ્પર્ધાના નિર્ણાયક તરીકે ચિત્રકલાના નિષ્ણાત સર્વ મિતલભાઈ ઘોરેચા, જીજ્ઞેશભાઈ પીઠવા, શ્રીમતી ઉષાબેન આનંદભાઈ શાહ અને શ્રૃતિબેન છાપીયાએ ફરજ બજાવ હતી. માંડલિયા પરિવારના રઘુભાઈના માર્ગદર્શન હેઠળ અશોકભાઈ જાની તથા આનંદભાઈ શાહે જહેમત ઉઠાવી હતી.

આ પ્રદર્શનમાં મિતલ ઘોરેચાએ બાર કલાકની જહેમત પછી તૈયાર કરેલી સોના-ચાંદી-હીરાના જ્વેલરીથી અંકિત નિદર્શન રંગોળીએ ભારે આકર્ષણ જમાવ્યું હતું. આ નિમિત્તે આખો દિવસ રંગોળી નિહાળવા આવતી મહિલાઓના હાથ પર નિઃશુલ્ક મહેંદી મૂકી આપવાની સેવા પૂરી પડાઈ હતી. દીપોત્સવી પર્વ પ્રસંગે વીજળીની રોશની-સેલ્ફી પોઈન્ટ તેમજ રંગોળી પ્રદર્શનને તા. ૨૫ અને ૨૬ દરમિયાન હજારો ક્લારસિકોએ નિહાળી પ્રસન્નતા વ્યક્ત કરી હતી.

close
Ank Bandh
close
PPE Kit