સિક્કામાં જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમતા મહિલા સહિત સાત ઝડપાયા

જામનગર તા. ૧૨ઃ જામનગરના સિક્કામાં ગઈકાલે સાંજે પોલીસે દરોડો પાડી જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમતા એક મહિલા સહિતના સાતને પકડી પાડ્યા છે. બે બાઈક સહિત રૃા. ૫૪,૦૦૦નો મુદ્દામાલ કબજે કરાયો છે ઉપરાંત વાઘેરવાડામાંથી ત્રણ શખ્સો ચલણી સિક્કો ઉછાડી જુગાર રમતા મળી આવ્યા છે અને અલીયાબાડામાંથી વર્લીબાજ ઝડપાયો છે.

જામનગર તાલુકાના સિક્કામાં ગઈકાલે સાંજે ભગવતી સોસાયટી પાસે ખુલ્લા પ્લોટમાં કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની બાતમી મળતા સિક્કાના પોલીસ સ્ટાફે દરોડો પાડ્યો હતો. ત્યાંથી રમેશગર શિવગર ગોસ્વામી, વનરાજસિંહ માનસિંહ દલજાડેજા, અબ્બાસ આમદ ભાયા, મનસુખગર શિવગર ગોસાઈ, હિતેશ રતિલાલ જોશી, ધર્મેન્દ્રપુરી છગનપુરી ગોસ્વામી નામના છ શખ્સો અને હીનાબેન વિનોદભાઈ વાડોલીયા નામના મહિલા ગંજીપાના વડે જુગાર રમતા મળી આવ્યા હતાં. પોલીસે પટ્ટમાંથી રૃા. ૪૯૮૦ રોકડા, પાંચ મોબાઈલ, બે મોટરસાયકલ મળી કુલ રૃા. ૫૪,૪૮૦નો મુદ્દામાલ કબજે કર્યો છે. સાતેય આરોપીઓ સામે જુગારધારાની કલમ ૧૨ હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો છે. છ શખ્સોની ધરપકડ કરાઈ છે જ્યારે મહિલા આરોપીને નોટીસ આપવામાં આવી છે.

જામનગરના વાઘેરવાડા વિસ્તારમાં આવેલા વાલ્મિકીવાસમાં ગઈકાલે સાંજે ચલણી સિક્કાને ઉછાળી જુગાર રમી રહેલા ભરત શંકરભાઈ નારોલા, વિજય દેવજીભાઈ ઝાલા તથા સતિષ રમેશભાઈ કબીરા નામના ત્રણ શખ્સોને પોલીસે પકડી પાડ્યા છે. તેઓના કબજામાંથી રૃા. ૧૦,૨૨૦ રોકડા કબજે કરવામાં આવ્યા છે.

જામનગરના અલીયા-બાડા ગામના વિરાણી ચોકમાં ગઈકાલે સાંજે જાહેરમાં ઉભા રહી વર્લીના આંકડા લેતા ભાણજી રામજીભાઈ પરમાર નામના શખ્સને પોલીસે પકડી પાડી રૃા. ૮૪૪૦ રોકડા તેમજ એક મોબાઈલ કબજે કર્યા છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription