વેસ્ટ ઈન્ડીઝના પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરતઃ ગુજરાતના ત્રણ ખેલાડીઓનો કરાયો સમાવેશ / રાજ્ય કક્ષાએ નામ રોશન કરનાર સુરતની સ્તુતિ સંયમના માર્ગેઃ માસ્ટર બ્લાસ્ટર સચીન તેંડુલકરની ફેરારી કારમાં નીકળી શોભાયાત્રા

 

ત્રિપલ તલાક બિલ મુદ્દે કોંગ્રેસનો હોબાળોઃ રાજ્યસભા બપોર સુધી સ્થગિત

નવી દિલ્હી તા. ૧૦ઃ આજે રાજ્યસભામાં ત્રિપલ તલાક બિલના મુદ્દે કોંગ્રેસે હોબાળો કર્યો હતો, જેમાં ટી.એમ.સી.નો સાથ મળ્યો હતો. સંસદની બહાર પણ વિરોધ થયો હતો.  આજે આ મુદ્દે હોબાળો થતા બપોરે અઢી વાગ્યા સુધી ગૃહને સ્થગિત કરાયું હતું.

આજે ત્રિપલ તલાક મુદ્દે કોંગ્રેસ દ્વારા રાજ્યસભામાં હોબાળો થયો હતો. કોંગ્રેસના સાંસદોએ વિપક્ષના સલાહ-સૂચનો ધ્યાને નહીં લેવાયા હોવાનો આક્ષેપ કર્યો હતો. ટીએમસી સહિતના વિપક્ષના સાંસદો પણ ઉગ્ર વિરોધ કરી રહેલા જોવા મળ્યા હતાં. આ કારણે રાજ્યસભા બપોરે અઢી વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી.

સંસદના ચોમાસુ સત્રનો આજે છેલ્લો દિવસ છે. આજે કેન્દ્ર સરકારના રાજ્યસભામાં ખૂબ મહત્ત્વના ટ્રિપલ તલાક બિલ સંદર્ભે હોબાળો થયો હતો. મોદી કેબિનેટે આ બિલમાં થોડા ફેરફાર કર્યા છે અને ત્યારપછી આ બિલ હવે રાજ્યસભમાં પણ મંજુર થાય તેવી આશા સેવાઈ રહી હતી. આ પહેલા કોંગ્રેસે આ બિલમાં ઘણી ખામી દર્શાવી હતી. ત્યારપછી બિલને સંશોધિત કરવામાં આવ્યું હતું.

નવા બિલમાં ટ્રિપલ તલાક (તાલક-એ-બિદ્ત) ને બીન જામીનપાત્ર ગુનો માનવામાં આવતો હતો, પરંતુ સંશોધન બિલ પ્રમાણે હવે મેજિસ્ટ્રેટને જામીનના અધિકાર આપવામાં આવશે. તે સાથે જ કાયદામાં વધુ એક સંશોધન કરવામાં આવ્યું છે જેમાં પીડિતનો જેની સાથે લોહીનો સંબંધ હોય તે પણ ફરિયાદ દાખલ કરાવી શકે છે. નોંધનીય છે કે, ગયા સત્રમાં રાજ્યસભામાં આ બિલ પર સત્તા પક્ષ અને વિપક્ષમાંં ખૂબ ખેંચતાણ જોવા મળી હતી. તેમાં વિપક્ષ તરફથી આ બિલને  ખામીવાળું ગણાવીને પ્રવર સમિતિને મોકલવાની માગ કરવામાં આવી હતી.

આ વચ્ચે કોંગ્રેસ નેતા હુસૈન દલવાઈએ શુક્રવરે કહ્યું, 'તમામ ધર્મોમાં મહિલાઓની સાથે અયોગ્ય વ્યવહાર થાય છે. માત્ર મુસ્લિમ જ નહીં, હિન્દુ, ઈસાઈ, શીખ સહિતના સમાજમાં પુરુષ પ્રધાન છે. શ્રીરામચંદ્રજીએ શંકાના કારણે સીતાજીને છોડ્યા હતાં અને તેથી આપણે બધું જ બદલવાની જરૃર છે.'

સંશોધિત ત્રિપલ તલાક બિલમાં થયેલી જોગવાઈઓ મુજબ ટ્રાયલ પહેલા પીડિતાનો પક્ષ સાંભળીને મેજિસ્ટ્રેસ આરોપીને જામીન આપી શકે છે. પીડિતા, પરિવારજનો  અને લોહીનો સંબંધ હોય તેના સંબંધીઓ જ ફરિયાદ દાખલ કરાવી શકે છે. મેજિસ્ટ્રેટને પતિ-પત્નીને સમજાવીને તેમના લગ્ન સંબંધો ચાલુ રહે તેવા પ્રયત્નો કરવાનો અધિકાર છે. ટ્રિપલ તલાક બિલની પીડિત મહિલા વળતરની હક્કદાર છે.

કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે કેન્દ્રિય કેબિનેટે મુસ્લિમ વિવાહ મહિલા અધિકાર સંરક્ષણ વિધેયકમાં ત્રણ સંશોધનોને મંજુરી આપી છે. આ વિધેયકને લોકસભામાં મંજુરી અપાઈ ચૂકી છે અને તે રાજ્યસભામાં પેન્ડિંગ છે. પ્રસ્તાવિત કાયદો બિનજામીનપાત્ર રહેશે, પરંતુ આરોપી જામીન માંગવા માટે સુનાવણી પહેલા પણ મેજિસ્ટ્રેટને ગુહાર લગાવી શકે છે.

પ્રસાદે કહ્યું કે આ જોગવાઈ એટલા માટે રાખવામાં આવી છે કારણ કે મેજિસ્ટ્રેટ 'પત્નીની વાત સાંભળ્યા પછી' જામીન આપી શકે. તેમણે સ્પષ્ટ કર્યું કે પરંતુ 'પ્રસ્તાવિત કાયદામાં ટ્રિપલ તલાકનો અપરાધ બિનજામીનપાત્ર રહેશે.'

સૂત્રોએ બાદમાં કહ્યું કે મેજિસ્ટ્રેટ એ સુનિશ્ચિત કરશેકે જામીન ફક્ત ત્યારે જ આપવામાં આવે જ્યારે પતિ વિધેયક મુજબ પત્નીને વળતર આપવા માટે સહમત થાય. વિધેયક મુજબ વળતરની રાશિ મેજિસ્ટ્રેટ દ્વારા નક્કી કરવામાં આવશે. એક અન્ય સંશોધન સ્પષ્ટ કરે છે કે પોલીસ ફક્ત ત્યારે જ એફઆઈઆર દાખલ કરી શકશે જ્યારે પીડિત પત્ની, તેના કોઈ નજીકના સંબંધી કે લગ્ન પછી તેના સંબંધી બનેલા કોઈ વ્યક્તિ દ્વારા પોલીસ પાસે ગુહાર લગાવવામાં આવે.

આજે બપોર પછી જો ગૃહની કાર્યવાહી ચાલશે, તો આ બિલ પર કોઈ નિર્ણય આવશે, અન્યથા ફરીથી લટકી જશે. આ બિલના વિરોધમાં કોંગ્રેસ સહિતના સાંસદોએ સંસદની બહાર પણ વિરોધ પ્રદર્શિત કર્યો હતો.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription