જામખંભાળિયા નગરપાલિકાની જનરલ બોર્ડ બોલાવવામાં મ્યુનિ. એક્ટનો રીતસર ઉલાળિયો

ખંભાળિયા તા. ૮ઃ ખંભાળિયા નગરપાલિકામાં સત્તાધારી ભાજપમાં જુથબંધી અને અસંતોષના કારણે નગરપાલિકાની જનરલ બોર્ડ બોલાવવામાં પણ પદાધિકારીઓ ડર અનુભવતા હોય તેમ નિયમોનુસાર સામાંતરે જનરલ બોર્ડ બોલાવવાના મ્યુનિસિપલ એક્ટનો ઉલાળિયો કરી રહ્યા છે.

ખંભાળિયા નગરપાલિકામાં છેલ્લા ૧પ-ર૦ વરસથી ભાજપનું શાસન છે, છતાં શાસકો નબળા પૂરવાર થયા છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર તરફથી લાખો-કરોડોની ગ્રાન્ટ આપ્યા પછી પણ પ્રજાના રોજીંદા પ્રશ્નોનો ઉકેલ આવતો નથી. ભાજપના સત્તાવાળાઓ પ્રજાની હાડમારી દૂર કરવામાં નિષ્ફળ રહ્યા છે.

ખંભાળિયા નગરપાલિકાના વોર્ડ નં. ૪ ના નગરસેવક અને વિરોધ પક્ષના પૂર્વ નેતા સુભાષભાઈ પોપટે એક નિવેદનમાં જણાવ્યું છે કે ભ્રષ્ટાચારી વહીવટ તથા ભાગબટાઈ કે અન્ય મુદ્દાઓ અંગે સંકલન મિટિંગ, પાર્ટીની ખાનગી મિટિંગમાં હોબાળા મચી રહ્યા છે. ભાજપની અંદરોઅંદરની લડાઈના કારણે જનરલ બોર્ડ બોલાવાતું નથી અને ઘરની ધોરાજી જેમ વહીવટ ચાલી રહ્યો છે.

સુભાષભાઈ પોપટે મ્યુનિસિપલાટીના પ્રાદેશિક કમિશનર સમક્ષ ખંભાળિયા નગરપાલિકાની જનરલ બોર્ડની બેઠક તાકીદે યોજવા રજૂઆત કરી છે. હાલમાં ચાલી રહેલા રોગચાળાને કાબૂમાં લેવા ચર્ચા-વિચારણા અને અમલવારી કરવા માટે જનરલ બોર્ડની મિટિંગ બોલાવવી જરૃરી છે. આ ઉપરાંત ૧૭ રોજમદાર ફીક્સ પગારના કર્મચારીઓને કાયમી કરવાનો પ્રશ્ન તેમજ સ્મશાનની ઈલેક્ટ્રીક ભઠ્ઠી સત્વરે ચાલુ કરવા અંગે પણ તેમણે રજૂઆત કરી છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit