જેટ એરવેઝના બોર્ડમાંથી નરેશ ગોયલ પત્ની અનીતા ગાયેલએ આપ્યા રાજીનામાઃ કંપની ઉપર ૮ર૦૦કરોડનું દેવું / રાહુલ ગાંધીએ કરી જાહેરાતઃ લઘુત્તમ આવક યોજના અંતર્ગત કોંગ્રેસ રપ કરોડ લોકોને વર્ષે આપશે ૭ર,૦૦૦ રૃપિયા /

ખેતીની જમીનના વેંચાણ સંબંધે કરાયેલો કરાર પાલનનો દાવો રદ્દ

જામનગર તા. ૧રઃ કાલાવડ તાલુકાના લલોઈ ગામના ગીરધરભાઈ મુળજીભાઈ વાડોદરીયા, પરસોત્તમ મુળજીભાઈ વાડોદરીયાની ખેતીની જમીન તેના માલિકોના કુલમુખત્યાર દરજ્જે ગુલમામદ ઓસમાણ સમાએ વોડીસાંગ ગામના કાંતિલાલ ભીખાભાઈ ગઢીયાને વેંચાણથી આપવા નોટરી રૃબરૃ વેંચાણ કરાર કરી આવ્યો હતો, અને ખરીદનારે અવેજ પેટે રૃપિયા દોઢ લાખ ચૂકવી આપી બાકીની રકમ માટે મુદ્દત મેળવી હતી.

ત્યારપછી ખરીદનારે મુદ્દત પહેલા બાકીની રકમ ચૂકવી આપવાની તૈયારી દર્શાવતા ગુલમામદ સમાએ તે જમીન વેંચવી નથી તેઓ જવાબ આપ્યો હતો. આથી ખરીદનાર કાંતિલાલે જામનગરની દીવાની અદાલતમાં કરારના વિશિષ્ટ પાલનનો અને કાયમી મનાઈહુકમ મેળવવા ગીરધરભાઈ, પરસોત્તમભાઈ અને ગુલમામદ સામે દાવો કર્યો હતો. તેની સામે સમન્સ મળતા હાજર થયેલા ગીરધરભાઈ અને પરસોત્તમભાઈએ તે જમીન અંગે કુલમુખત્યારે અગાઉ હબીબ રાયમલ સમાને વેંચાણ કરાર કરી આપ્યો હોવાની અને હબીબભાઈ જોગનો કરાર અસ્તિત્વમાં હોવા છતાં હાલનો આ કરાર ખોટો ઉભો કરવામાં આવ્યો છે તેવી તેમજ કોઈ અવેજ કાંતિલાલે ચૂકવ્યો નથી તેવી દલીલ કરતા અદાલતે કાંતિલાલનો કરારના વિશિષ્ટ પાલનનો અને કાયમી મનાઈ હુકમ માંગતો દાવો ખર્ચ સાથે રદ્દ કરવાનો અને જમીન માલિકોને બચાવમાં થયેલા ખર્ચની રકમ ચૂકવી આપવાનો કાંતિલાલને હુકમ કર્યો છે. જમીન માલિકો તરફથી વકીલ નાથાલાલ ઘાડીયા, હિતેન અજુડીયા, પરેશ સભાયા, રાકેશ સભાયા, અર્પિત રૃપાપરા, હિરેન સોનગરા, વિપુલ જાની, હસમુખ મોલીયા, રવિન્દ્ર દવે રોકાયા હતાં.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00